29.1 C
Gujarat
Wednesday, November 25, 2026
Home આપના કામની વાત Aap Na Kaam Ni Vaat અરવલ્લી :  ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે વિવિધ તાલુકામાં બેઠકોનું રોટેશન જાહેર

અરવલ્લી :  ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે વિવિધ તાલુકામાં બેઠકોનું રોટેશન જાહેર

0

 

અરવલ્લી જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા સરપંચ પદ માટેની અનામત બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. મોડાસા, મેઘરજ, બાયડ, માલપુર, ભિલોડા, શામળાજી, ધનસુરા અને સાઠંબા સહિતના વિવિધ તાલુકાઓની ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.

 

કલેક્ટર અરવલ્લી દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત આદિજાતિ (ST) અને સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) માટે બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત આ વર્ગોમાં મહિલાઓ માટેની અનામત બેઠકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.સાથે જ સામાન્ય વર્ગની મહિલાઓ અને બિનઅનામત સામાન્ય બેઠકોની પણ ક્રમ પ્રમાણે ફાળવણી કરવામાં આવી છે.

 

વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટેનું અનામત રોટેશન નક્કી કરવામાં આવ્યું છે.ચૂંટણી પૂર્વે સરપંચ પદની અનામત બેઠકોનું રોટેશન જાહેર થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓ તેજ બની છે. હવે કઈ ગ્રામ પંચાયતમાં કયા વર્ગ માટે સરપંચ પદ અનામત રહેશે તેને લઈને સંભવિત ઉમેદવારો અને રાજકીય વર્તુળોમાં હલચલ જોવા મળી રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!