23.5 C
Gujarat
Thursday, November 26, 2026
Home આપના કામની વાત Aap Na Kaam Ni Vaat સાબરકાંઠા : કચ્છ કડવા પાટીદાર સમાજના સાબરકાંઠા ઝોનમાં દંપતી ત્રીજા સંતાનને જન્મ...

સાબરકાંઠા : કચ્છ કડવા પાટીદાર સમાજના સાબરકાંઠા ઝોનમાં દંપતી ત્રીજા સંતાનને જન્મ આપે તો 51 હજાર ઈનામ

0
Screenshot

 

સાબરકાંઠા જીલ્લાના મુખ્યમથક હિંમતનગર શહેરમાં અખિલ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત નવમા સમૂહ લગ્નમાં કચ્છ કડવા પાટીદાર સમાજમાં ઘટતી વસ્તીને લઈને સાબરકાંઠા ઝોનમાં દંપતી ત્રીજા સંતાનને જન્મ આપે તો રૂ 51 હજાર ની એફડી કરાશે,દીકરા દીકરીના ઇન બેલેન્સ સુધારવા માટે પહેલ કરવામાં આવી છે.

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સાબરકાંઠા જોન દ્વારા આયોજિત નવમા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં પાંચ જોડાઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. હિંમતનગર માં અશ્વમેઘ પાર્ટી પ્લોટમાં 22 નવેમ્બરને 2026 ને રવિવારે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં રસિક પટેલે જાહેરાત કરી હતી કે સાબરકાંઠા જોન જેમાં હમીરગઢ, ઇકબાલગઢ, તારંગા , ખેડબ્રહ્મા , વડાલી, ઇડર, હિંમતનગર, તલોદ,પ્રાંતિજ અને ગાંધીનગર શહેરનો સમાવેશ થાય છે.આ જોનમાં સમાજમાં ત્રીજું સંતાન દીકરો કે દીકરી નો જન્મ થયા તો ઝોન દ્વારા રૂ 51 હજાર તેના નામની એફડી સમાજ દ્વારા આપવામાં આવશે.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે નખત્રાણા ખાતે કરેલા આહવાહનને લઈને આ જાહેરાત કરવામાં આવી છે.સાબરકાંઠા ઝોનમાં 15 થી 20 હજાર વસ્તી છે.પાટીદાર સમાજની ઘટતી વસ્તી ને લઈને આ જાહેરાત કરાઈ છે. અને અગામી સમયમાં શિક્ષણનો ખર્ચ પણ ઉપાડી શકે તેવી શકયતા સેવાઇ રહી છે. આ ઉપરાંત ત્રીજા બાળકનો ખર્ચ સમાજ ઉપાડશે તેવુ પણ જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત અન્ય સમાજ માં પણ આ સંદેશો મળે અને તમામ લોકો પણ આમાં જોડાય તેવુ પણ માની રહ્યા છે હાલ તો તમામ સમાજ દ્રારા સંદેશો આપવામાં આવી રહ્યો છે કારણે તમામ સમાજમાં આ પ્રકાર ની સમસ્યા છે જેને લઈ તમામ સમાજ અનુસરણ કરે તો દિકરા દિકરી ઘટનુ નિરાકરણ આવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!