23.5 C
Gujarat
Thursday, November 26, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસામાં ભાવિ શિક્ષકોએ બંધારણીય મૂલ્યોના જતન અને આગામી પેઢીના ઘડતરની...

અરવલ્લી : મોડાસામાં ભાવિ શિક્ષકોએ બંધારણીય મૂલ્યોના જતન અને આગામી પેઢીના ઘડતરની પ્રતિજ્ઞા લીધી

0
Screenshot

 

મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત એમ. કે. શાહ લાટીવાળા ડી.એલ.એડ. કોલેજ ખાતે ‘બંધારણ દિવસ’ની અત્યંત ઉત્સાહ અને ગરિમાપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

​આ અવસરે કોલેજની પ્રાર્થના સભામાં આચાર્ય ડો. સંતોષ દેવકરે તાલીમાર્થીઓને સંબોધતા ભારતીય બંધારણની વિવિધ જોગવાઈઓ, તેની ગંભીરતા અને લોકશાહીમાં તેના મહત્ત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તાલીમાર્થીઓ આવતીકાલના શિક્ષકો હોવાથી તેમણે સ્વયં બંધારણીય મૂલ્યોને આત્મસાત કરી તેનું જતન કરવું અનિવાર્ય છે. આ ઉપરાંત, આગામી પેઢીના વિદ્યાર્થીઓ ભારતના બંધારણને અનુરૂપ વાણી, વ્યવહાર અને વર્તન કરે તેવું શ્રેષ્ઠ ઘડતર કરવાની નૈતિક જવાબદારી પણ તેમણે ભાવિ શિક્ષકોને સોંપી હતી.
​કાર્યક્રમના સમાપનમાં કોલેજના તમામ તાલીમાર્થીઓ અને સ્ટાફ પરિવારે ભારતીય બંધારણના આદર્શો મુજબ આચરણ કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રેરણાદાયી આયોજન બદલ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ અને પ્રભારી મંત્રી આર. પી. શાહે સમગ્ર કોલેજ પરિવારને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!