23.5 C
Gujarat
Thursday, November 26, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા મામલતદાર કચેરીના વોશરૂમનું સમારકામ ક્યારે પૂર્ણ થશે? અરજદારોની હાલાકી...

અરવલ્લી : મોડાસા મામલતદાર કચેરીના વોશરૂમનું સમારકામ ક્યારે પૂર્ણ થશે? અરજદારોની હાલાકી યથાવત્

0

આ સમાચાર થી અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ ને ખુલાસો આપે કે, શ્રમિકો નથી, તો માનવું નહીં, બીજા બે વિભાગોમાં સમારકામ પૂરજોશમાં ચાલે છે!! 

અરવલ્લી જિલ્લાના મોડાસા મામલતદાર કચેરીમાં વોશરૂમના સમારકામની કામગીરી દિવાળી પહેલાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ ન થતાં કચેરીમાં આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વોશરૂમમાં સમારકામની સાથે ટાઈલ્સ સહિત અન્ય કામો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાના કારણે અરજદારોને લઘુશંકા માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. અહીં આવતા અરજદારો અન્ય વિંગ માં વોશરૂમની સુવિધા શોધવા માટે ફાંફા મારવા પડે છે.

અગાઉ મહિલા મામલતદાર તરીકે કાર્યરત હતા તે દરમિયાન વોશરૂમમાં એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરવામાં આવ્યું હતું. હવે ટાઈલ્સ તથા અન્ય સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે સ્પષ્ટતા થતી નથી.

દિવાળી પહેલાં શરૂ થયેલું સમારકામ હવે કેટલો સમય લેશે? ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીનો અંત ક્યારે આવશે અને અરજદારોને વોશરૂમની સુવિધા ક્યારે મળશે? તેવો સવાલ કચેરીમાં આવતા અરજદારોમાં ઉઠી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!