31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારધીએ વડાપ્રધાન મોદીને પત્ર કેમ લખ્યો વાંચો…..!!!


અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી રાજેન્દ્ર પારધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રી-સ્તરીય પંચાયતી રાજને મજબૂત બનાવવામાં આવેની માંગ કરી છે ૨૭ વર્ષથી ભાજપની સરકારમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજમાં ૧૪ માં ક્રમે ધકેલાઈ ગયું છે અને રાજ્ય સરકારે પંચાયતી રાજને મજબૂત કરવા જે સત્તાઓ લઇ લીધી છે પરત કરવા માંગ કરી છે.

અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ વડાપ્રધાન મોદીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે ત્રી- સ્તરીય પંચાયતી રાજના ચુંટાયેલા સદસ્યોને ( સંવાદ ) તથા સંબોધન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં ૨૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે . તબ્બકાવાર પંચાયત રાજની સત્તાઓ આંચકી લેવામાં આવી છે જેમ કે , અગાઉ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય દ્વારા નાણાંકીય લેવડ – દેવડ થતી હતી જે અત્યારે સભ્યને નાબુદ કરવામાં આવ્યા છે . જીલ્લા પંચાયત , તાલુકા પંચાયતના પ્રમુખ , ઉપ પ્રમુખ તથા ચેરમેનની મુદત પણ ર / અઢી વર્ષ કરી નાંખવામાં આવી છે .
લોકસભા તેમજ વિધાનસભામાં પણ ૫ વર્ષની મુદત રાખવામાં આવેલ છે . સમગ્ર ભારત દેશમાં જીલ્લા પંચાયત , તાલુકા પંચાયત પ્રમુખ હોદ્દેદારોની નીમણૂંક ૫ વર્ષ માટે હોય છે . છતાં ગુજરાતમાં અઢી વર્ષ માટે કરવામાં આવી છે . જીલ્લા પંચાયત કારોબારી દ્વ્રારા જમીનને લગતા ( એન.એ. ) ની મંજુરી આપવામાં આવતી હતી તે પણ કલેકટર કક્ષાએ આપવામાં આવી છે . AT.V.T. ની ગ્રાન્ટ પણ પ્રાંત કક્ષાએથી ફાળવવામાં આવે છે . તે પણ ખરેખર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેવા કે , તાલુકા , જીલ્લા પંચાયત દ્રારા ફાળવવી જોઈએ જેથી સરપંચ , તાલુકા સદસ્ય , જીલ્લા સદસ્ય પોતાના વિસ્તારમાં વિકાસના કામો કરાવી શકે . ન્યુ ગુજરાત પેર્ટન યોજનાની ગ્રાન્ટ પણ જીલ્લા પંચાયત , તાલુકા પંચાયત ના હવાલે મુકવી જોઈએ . ૨૭ વર્ષના ભાજપના શાસનમાં ત્રી- સ્તરીય પંચાયતી રાજમાં ગુજરાત ૧૪ ફમે ધકેલાઈ રહયુ છે . તેથી પંચાયતી રાજને મજબુત બનાવવા જે સત્તાઓ પરત લીધી છે તે સત્તાઓ ફરી આપવા વિનંતી કરુ છુ . સ્વર્ગસ્થ બળવંતરાય મહેતા અને સ્વર્ગસ્થ રાજીવગાંધીએ પંચાયતી રાજ મજબુત થાય તેના માટે અથાગ પ્રયત્નો કર્યા હતા . શહેરોની સાથે ગામનો વિકાસ થાય તે માટે ૧૫ માં નાણાંપંચ તથા અન્ય ગ્રાન્ટ ફાળવી ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયત , જીલ્લા પંચાયતના સદસ્યોને સવિશેષ ગ્રાન્ટ ફાળવવી જોઈએ તેવી માંગ કરી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!