અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાને પગલે પોલીસતંત્ર ગાંજાની ખેતી કરતા અસામાજીક તત્વોને ઝડપી પાડવા સતત દોડાદોડી કરી રહી છે નશાના વેપલા અને ખેતીને લગામ લગાવવા એન્ટી નાર્કોટિક્સ વિંગ ઊભી કરવામાં આવી છે મેઘરજ તાલુકાના ઝરડા ગામમાં શાકભાજીની ખેતીની આડમાં નશાની ખેતીનો પર્દાફાશ કરી એ.એન.ડબલ્યુએ ૨૫.૨૬ લાખનો ૫૦ કિલોથી વધુનો લીલા ગાંજાના છોડ જપ્ત કરી નશાની ખેતી કરનાર ખેડૂતને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે
અરવલ્લી જીલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગના PI જી.આર. શર્મા અને તેમની ટીમ બાતમીદારો સક્રિય કરી નશાની ખેતી કરનાર નશાના કારોબારીઓને ઝડપી રહી છે મેઘરજ તાલુકા ના ઝરડા ગામમાં રાજેશ મેઘા મેણાત નામના ખેડૂતે તેના ખેતરમાં શાકભાજી અને કંદમૂળની ખેતીની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે એ.એન.ડબલ્યુએ એફએસએલની ટીમ સાથે ખેતરમાં ત્રાટકી ખેતરની અંદર તલાસી લેતા શાકભાજીની આડમાં વાવેતર કરેલ ગાંજાના છોડ મોટા પ્રમાણમાં જોવા મળતા ચોંકી ઉઠી હતી
શાકભાજીના ખેતરની વચ્ચે વાવેતર કરેલા ગાંજાના ૩૬૦ લીલા છોડ જેનુ વજન ૫૦.૫૨૦ કિલોગ્રામ કિં.રૂ.૨૫.૨૬ લાખ નો જથ્થો જપ્ત કરી નશાના કારોબારી રાજેશ મેઘા મેણાત (રહે.ઝરડા-મેઘરજ)ને દબોચી લઈ તેની વિરુદ્ધ મેઘરજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી





