29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : જીલ્લામાં ત્રણે વિધાનસભામાં ભાજપ કેમ હારે છે…!! સાંભળો તાલુકા પ્રમુખ...

અરવલ્લી : જીલ્લામાં ત્રણે વિધાનસભામાં ભાજપ કેમ હારે છે…!! સાંભળો તાલુકા પ્રમુખ અને કાર્યકર્તા સાથેનો ઓડિયો

0
991

ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે સમગ્ર દેશમાં મોદી મેજીક જોવા મળી રહ્યો છે એટલું જ નહીં ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા બેઠકો કબજે કરવા તેઓ તનતોડ મહેનત કરી રહ્યા છે, પરંતુ અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનો ગઢ તેમના અને ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થયો હોય તેમ ત્રણે વિધાનસભા બેઠકો પર કોંગ્રસનો વિજય થયો હતો. આગામી વિધાનસભાની ચૂંટણી ગણાતી ઘડીઓ વચ્ચે અરવલ્લી જિલ્લા ભાજપના પદાધિકારી અને એક પાયાના કાર્યકર વચ્ચે જિલ્લામાં ત્રણે વિધાનસભા બેઠકો ગુમાવવી પડે છે, તેની ચર્ચા કરતો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લા ભાજપમાં ચાલતો આંતરકલેહ બહાર આવ્યો છે.

શુક્રવારે સોશ્યલ મીડિયામાં ભાજપના તાલુકા પદાધિકારી અને પાયાના કાર્યકરતા વચ્ચેનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં કાર્યકરતા પદાધિકારીને તમે ગ્રાંટેબલ પ્રમુખ હોવાની અને જિલ્લામાં હોદ્દો ધરાવતા પદાધિકારીઓ ને પગલે ત્રણે વિધાનસભા ગુમાવી હોવાનો આક્ષેપ કરતી અને આરટીઆઇ કરે તો બધી પોલ ખુલ્લી પડી જવાની ધમકી આપી રહ્યો છે. મેરા ગુજરાત વાઈરલ થયેલ ઓડિયો ક્લીપની પુષ્ટી નથી કરતું. શું છે સમગ્ર ઓડિયો ક્લીપની વાતચીત સાંભળો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!