38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જીલ્લાની નપાણી નેતાગીરી…!! સાબરકાંઠા રેલવે સુવિધા માટે સોનાનો સુરજ….. અરવલ્લીને ઠેંગો,...

અરવલ્લી જીલ્લાની નપાણી નેતાગીરી…!! સાબરકાંઠા રેલવે સુવિધા માટે સોનાનો સુરજ….. અરવલ્લીને ઠેંગો, મેમુ ટ્રેનના પણ ઠેકાણા નહીં

0
343

સાબરકાંઠા જીલ્લામાંથી અરવલ્લી જીલ્લાનું નવસર્જન થયે 8 વર્ષ કરતા વધુનો સમય વીતવા છતાં હજુ પણ અનેક સરકારી કચેરીઓ અને જીલ્લાને મળતી સુવિધાઓથી વંચિત છે અરવલ્લી જીલ્લાની નબળી નેતાગીરી કે પછી જીલ્લાના વિકાસમાં અધિકારીઓનો નિરુત્સાહ હોય તેમ જીલ્લામાં વિકાસ પાપા પગલી માંડવામાં પણ ડગમગી રહ્યો છે રેવલે વિભાગ પણ અરવલ્લી જિલ્લાને રેલવે સુવિધાથી વંચિત રાખવા માંગે છે કે શું..??

અમદાવાદ-ઉદેપુર રેલવે બ્રોડગેજ લાઈન પછી ખેડભ્રહ્મા-હિંમતનગર રેલવે બ્રોડગેજ લાઈન માટે 482 કરોડથી વધુ રકમ ફાળવણી કરવામાં આવતા સાબરકાંઠા જીલ્લા માટે રેલવે સુવિધા માટે સોનાનો સુરજ ઊગ્યો છે અને ઇલેક્ટ્રિક લાઈન માટે પણ તડામાર તૈયારીઓ હાથધરાઈ છે ત્યારે બીજીબાજુ નડિયાદ-મોડાસા મેમુ ટ્રેનના પણ ઠેકાણા નથી જીલ્લાને રેલવે તંત્ર દ્વારા સતત અન્યાય કરવામાં આવી રહ્યો હોય તેવું પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે જીલ્લામાં રેલવે સુવિધા ઝડપથી પુરી પાડવામાં આવેની માંગ પ્રબળ બની છે

અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર એ જિલ્લાનું મુખ્ય વેપારી મથક છે. મોડાસાને રેલ્વેની સુવિધા 16 વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાં પરંતુ રેલ્વે સ્ટેશનમાં કોઈપણ જાતની સુવિધાઓ નથી.હાલ મોડાસાથી નડીઆદ જતી ટ્રેન દિવસમાં બે વખત અપ-ડાઉન કરે છે. રેલ્વે વિભાગ દ્વારા ટ્રેન નડીઆદથી મોડાસા આવે છે.

જો કે રાહતની વાત એ છે કે નડિયાદ-મોડાસા રેલવે લાઇનને ઈલેક્ટ્રીક તારના તાર સાથે જોડવાની કામગીરી રેલવે તંત્ર દ્વારા હાથધરાઈ છે અને આ ઇલેક્ટ્રિક લાઈન કઠલાલ સુધી પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!