38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મેઘરજના ઉન્ડવા રોડ પર પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, પીવાના પાણીનો...

અરવલ્લી : મેઘરજના ઉન્ડવા રોડ પર પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, પીવાના પાણીનો વેડફાટ..!!

0
185

એક તરફ અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણી માટે લોકો રઝડપાટ કરી રહ્યા છે, તો બીજી બાજુ પાણીના વેડફાટની ઘટનાઓ સામે આવી રહી છે. મેઘરજ તેમજ ભિલોડા પંથકમાં પાણીની પોકારો ઉઠી રહી છે, ત્યારે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થવાની ઘટનાઓ છાશવારે બનતી નજરે પડી રહી છે.

મેઘરજના ઉન્ડવા રોડ પર ડુંડવાડા નજીક પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાણીનો વેડફાટ થતાં લોકોમાં નારાજગી જોવા મળી હતી અને રોષ ઠાલવ્યો હતો. એક તરફ મેઘરજના કેટલાક વિસ્તારોમાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે તો બીજી બાજુ તંત્રના પાપે પાણીની પાઈપ લાઇનમાં ભંગાણ થવાની ઘટનાઓ સર્જાતી હોય છે. પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી વેડપાઈ ગયું પણ મેઘરજ સિંચાઈ વિભાગના પેટનું પાણી પણ નથી હલતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!