37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines Ahmedabad Rathyatra : રથયાત્રામાં 25 હજાર પોલિસ ખડેપગે રહેશે, ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક

Ahmedabad Rathyatra : રથયાત્રામાં 25 હજાર પોલિસ ખડેપગે રહેશે, ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક

0
214

કોરોનાકાળ પછી અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે, જેને લઇને તૈયારીઓનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે, આ માટે જડબેસલાક પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, રથયાત્રાને લઇને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. અમદાવાદમાં યોજાનારી 145મી રથયાત્રા અંગે ગૃહરાજ્ય મંત્રી અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે બંધ બારણે સમીક્ષા બેઠક યોજાઈ હતી.રથયાત્રા સમયસર મંદિરથી નીકળીને સમયસર પરત ફરે તેનું ધ્યાન જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મંદિરના ટ્રસ્ટી અને મહંતને કહ્યું હતું.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને અમદાવાદ પોલીસ અને રાજ્ય ગૃહમંત્રીની સુરક્ષા સમીક્ષા અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં બઠક યોજાઈ હતી, જેમાં રથયાત્રાના રૂટના તમામ ઝોનના DCP, શહેર પોલીસ કમિશ્નર, ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓ હાજર રહ્યા હતા. અંદાજીત 2 કલાક સુધી સુરક્ષા અંગેની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ગૃહ મંત્રી હર્ષ સઘવી જગન્નાથ મંદિર થઈને સમગ્ર રુટ પર નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા.

અમદાવાદમાં યોજનારાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પોલિસ બંદોબસ્ત

25,000થી વધારે પોલીસ તૈનાતમાં રહેશે

8 DG/IG

30 SP

30 ACP

30 SRP

68 CRPF ની કંપની

આ વર્ષે યોજાનારી રથયાત્રામાં પોલિસ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરશે, જેમાં બોડી ઓન કેમેરા, ડ્રોન, ફેસ ડિટેક્શન કેમેરા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની લાઈવ ફિડ કંટ્રોલ રૂમમાં જશે. અલગ-અલગ જગ્યા પર ફેસ ડિટેકશન કેમેરા લગાવવામાં આવ્યા છે. જો કોઈ ગુનેગારો રૂટ પરથી પસાર થશે તો ફેસ ડિટેકશન માધ્યમથી તેની જાણકારી કંટ્રોલ રૂમમાં મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!