34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત અરવલ્લી : મેઘરજમાં એસ.ટી.બસ અમે જીપ વચ્ચે અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત

અરવલ્લી : મેઘરજમાં એસ.ટી.બસ અમે જીપ વચ્ચે અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત

0

અરવલ્લી ના મેઘરજ માં બસ અને જીપ વચ્ચે અકસ્માત પાંચ ઇજાગ્રસ્ત
અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં બસ સ્ટેશન પાસે એસ.ટી બસ અને જીપ વચ્ચે અકસ્માત થતા પાંચ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે હાલ મોડાસાની સાર્વજનીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર બનાવની વિગત એવી છે કે મેઘરજ નગરમાં રવિવાર ના રોજ બપોરના સુમારે એસ.ટી બસ, સ્ટેશનના બહાર નિકળતી હતી તે દરમ્યાન બોલેરો જીપ અડફેટમાં આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં બોલેરોમાં સવાર પાંચ મુસાફરો ઇજાગ્રસ્ત થતા સ્થાનીક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે ઇજાગ્રસ્તો ની હાલત ગંભીર જણાતાં તેમને મોડાસા સાર્વજનીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત ની જાણ થતા મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. અકસ્માત ના પગલે મેઘરજ બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફીક ના દ્રશ્યો સર્જાયા હતા .

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!