મોડાસા નગર પાલિકાની ચૂંટણી પહેલા વોટ માંગવા માટે ઢોલ નગારા સાથે કેટલાક લોકો પોતાના મિત્રો અને તેમના અંગત વ્યક્તિઓ માટે વોટની માંગણી કરવા આવ્યા હતા, તેઓના શરીર પર મચ્છર મારવાની દવા લગાવી હોવાથી તેઓને મચ્છર કરડતા નથી, પણ બીજા લોકોને આવો કોઇ જ ઇલાજ ન હોવાથી આવા સમર્થક મિત્રોનો વોર્ડ નંબર 2 ની તમામ સોસાયટીના લોકો પૂછજો કે તમારા મિત્ર કોર્પોરેટર ક્યાં સંતાઈ ગયા છે, વોટ લઇને ગાયબ જ થઇ ગયા છે, વોર્ડ નંબર 2 ના તમામ વિસ્તારો ખાસ કરીને ધુણાઇ રોડ, અને શામળાજી રોડ વિસ્તારની સોસાયટીઓમાં મચ્છરોના ઉપદ્રવ વધી ગયો છે, પણ લોકોની સ્થિતિ પૂછવાનો કોર્પોરેટર પાસે સમય જ નથી કે શું તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે.
મોડાસા નગર પાલિકાની ચૂંટણીમાં ઢોલ નગારા લઇને વૉટ લેવા આવેલા ઉમેદવારો કૉર્પૉરેટર બનીને જાણે ખોવાઇ ગયા હોય તેવું લાગે છે. મોડાસા શહેરના નદી કિનારાના વૉર્ડ નંબર 2 માં મચ્છરોનો ઉપદ્રવ એટલી હદે વધી ગયો છે કે લોકોના ઉજાગર વધી ગયા છે, દિવસે કામ કરીને રાત્રે ઉંઘવાનો વિચાર વિચાર જ રહી જાય છે, પણ પાલિકા તંત્રને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવાની ચિંતા નથી તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે. પાલિકાની ચૂંટણી પહેલા ઉમેદવારો બટન તોડતા હતા કે અમે આમ કરી દઇશું, અમે તેમ કરી દઇશું, હવે બની ગયા તો મચ્છરનો ઉપદ્રવ તો અટકાવો બીજુ તો કંઇ ન કરો તો, આવું, મહિલાઓના રાત્રી સભામાં વાતો ચાલી રહી છે.
મોડાસાના સાર્વજનિક હૉસ્પિટલ નદી કિનારાના વિસ્તારથી લઇને ધુણાઇ રૉડ નદી કિનારો તેમજ અલંકાર, જીઇબી, સહિત મેઘરજ રૉડ ની વિવિધ સોસાયટીઓમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, મચ્છરના ઉપદ્રવથી શહેરીજનોની રાત્રીની ઉંઘ હરામ થઇ છે. ફૉગિંગ કરવાથી પણ મચ્છરો નથી મરતા ત્યારે પાલિકાએ આ અંગે વિચાર કરીને મચ્છરના ઉપદ્રવને અટકાવવા પગલા લેવા જોઇએ.





