38 C
Ahmedabad
Sunday, May 19, 2024

આવતીકાલથી શરુ થશે સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો


આવતીકાલથી સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થશે, જે આગામી તારીખ 8મી એપ્રિલ સુધી ચાલશે. બીજા તબક્કાના આ સત્રમાં ગૃહની કુલ 19 બેઠક યોજાશે. લોકસભા અને રાજ્યસભાની બેઠક સવારના 11:00 કલાકથી સાંજના 6:00 કલાક સુધી ચાલશે. આ નિર્ણય દેશમાં કોરોનાના સંક્રમણમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં કોવિડની ત્રીજી લહેરના કારણે, બન્ને ગૃહોમાં શિફ્ટમાં કામ થયું હતું. બજેટના બીજા તબક્કામાં બન્ને ગૃહો પોતાની ચેમ્બર અને ગેલેરીનો ઉપયોગ ચાલુ રાખશે.
આ વખતે રાજ્યસભામાં કામકાજ પુરૂં કરવા માટે વધારાનો 19 કલાકનો સમય મળશે. એક મહિનાની રજા બાદ બજેટ સત્ર ફરી મળી રહ્યું છે. રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયાનાયડુ સોમવારે ગૃહમાં રાજ્યસભાની 8 સ્થાયી સમિતિના કામકાજનો અહેવાલ આપશે. સંસદના બીજા સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો રજૂ થવાની સંભાવના છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!