અરવલ્લી જિલ્લામાં કોવિડ સમયથી લઇને છેલ્લા બે વર્ષમાં પોલિસે 1.63 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. કોરોના મહામારીમાં માસ્ક પહેરવું ફરજીયાત હતું ત્યારે લોકો માસ્ક નહીં પહેરતા હોઇ અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષમાં છવ્વીસ હજાર સાત સો સત્તાણુ કેસ કરીને કુલ 1.63 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે, જેમાં સૌથી વધારે મોડાસા ટાઉન પોલિસ દ્વારા ચાર હજાર ત્રણ સો અઢાર કેસ કરીને કુલ સત્તાવીસ લાખ જેટલો દંડ વસૂલ કર્યો છે. જિલ્લામાં પોલિસ દ્વારા કોવિડ સમયે સતત લોક જાગૃતિના કાર્યો કરવામાં આવ્યા હતા, અને સતત ખડેપગે રહીને લોકોને માસ્ક પહેરવા અને કોવિડ ગાઈડ લાઇનનું પાલન કરવા પણ અપીલ કરતી હતી.

આ સાથે જ મોડાસા ગ્રામ્ય પોલિસે 2787 કેસ કરીને 1031400 રૂપિયાનો દંડ વસૂલ્યો છે જ્યારે બાયડ 2238 કેસ સામે 1370000, ધનસુરા 2650 કેસ સામે 1767600 રૂપિયાનો દંડ, આંબલિયારા પોલિસ મથકે 1310 કેસ સામે 761600 રૂપિયાનો દંડ, સાઠંબા પોલિસે 966 કેસ સામે 483600 રૂપિયાનો દંડ, મોઘરજ પોલિસે 1905 કેસ સામે 989000, માલપુર પોલિસે 1790 કેસ સામે 989000 દંડ, શામળાજી પોલિસે 2853 કેસ સામે 2049400 રૂપિયાનો દંડ તો ભિલોડા પોલિસે 2023 કેસ કરીને 1272600 રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
કોવિડ મહામારીને લઇને અરવલ્લી જિલ્લા પોલિસ તંત્રએ છેલ્લા બે વર્ષમાં સરકારને કુલ 1,63,74,600 રૂપિયાનો દંડ વસૂલ કરીને સરકારમાં જમા કરાવ્યો છે.





