35 C
Ahmedabad
Monday, May 20, 2024

મોડાસાને મિની થાઈલેન્ડ કે પતાયા બનતા કોણ બચાવશે, નાની-નાની બાબતોમાં આવેદન પત્ર આપવા દોડતા સમાજસેવી ક્યાં ગયા ?


અરવલ્લી જિલ્લની શિક્ષણ નગરી એવા મોડાસા શહેરમાં સ્પા ની આડમાં કૂટણખાનાનું દૂષણ એટલી હદે વકર્યું છે કે, હવે શિક્ષણવિદોને શરમથી માથુ ઝૂકાવીને જોવાનો વારો આવ્યો છે, છેલ્લા કેટલાક સમયથી મોડાસાના શામળાજી રોડ અને જિલ્લા સેવા સદનની આસપાસના વિસ્તારોમાં ચાલતા સ્પા ની આડમાં કૂટણખાનાનો પર્દાફાશ થયા પછી હવે લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, કેટલા સમયથી શિક્ષણનગરમાં ગોરખધંધા ચાલતા હતા..?? એટલું જ નહીં નાની – નાની ઘટનાઓમાં કલેક્ટરને આવેદન પત્ર આપવી દોડ પહોંચતા કહેવાતા સામાજિક કાર્યકરો, આગેવાનો ક્યાં ગયા તેવી પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

Advertisement

મોડાસા શહેરમાં બિલાડીના ટોપની માફક સ્પાની હાટડીઓ ધમધમી રહી છે, જેમાં કેટલીક જગ્યાએ સ્પાના નામે દેહવેપારનો ધંધો ધમધમી રહ્યો છે. થોડા દિવસ અગાઉ જીલ્લા સેવાસદન સામે આવેલા એ-વન થાઈ સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવેપારનો જીલ્લા SOG પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ સમગ્ર મામલે  સ્પાના માલિક, રૂપલલ્લાના સાથે રંગરેલિયા મનાવતો એક યુવક અને ત્રણ રૂપલલ્લાઓને ઝડપી પાડી કૂટખાણાનો પર્દાફાશ કર્યો હતો. આટલું મોટા કારસ્તાનનો પર્દાફાશ તવા છતાં નેતાઓ અથવા તો સામાજિક સંસ્થાના આગેવાનો ક્યાં ગયા ? શું સામાજિક સંસ્થાઓના આગેવાનોને આ સારી બાબત લાગે છે કે શું ? તેમના વિસ્તારની કોઇ લાગતી-વળગતી ઘટના ન હોય તો પણ ફોટો ચમકાવવા આવેદન પત્ર આપવા દોડી જતાં કહેવાતા સમાજસેવકો ક્યાં ગયા ? આવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Advertisement

Advertisement

શૈક્ષણિક સંસ્થા નજીક ચાલતા સ્પા યુવકો માટે જોખમી છે, યુવકોને સ્પા ના રવાડે ચઢાવવા જ શૈક્ષણિક સંસ્થાની નજીક કૂટણખાનાઓ શરૂ કરી દેવામાં આવતા હોય છે. એક સર્વે મુજબ યુવક પહેલા સ્પા માં જતો થાય છે, ત્યાર બાદ સિગારેટનો નશો થાય છે,, ત્યારબાદ દારૂ અને ત્યારબાદ ગાંજાના રવાડે પણ ચઢતા હોય છે, જિલ્લાના બાળકો અને યુવકોના ભવિષ્યને બચાવવા માટે સમાજ સેવકોએ આગળ આવીને સ્પા ની આડમાં ચાલતા કૂટણખાનાઓ બંધ કરાવવા પડશે, નહીંતર મોડાસા શહેર મિનિ થાઈલેન્ડ અથવા તો પતાયા થતાં વાર નહીં લાગે.

Advertisement

એ-વન સ્પામાં દરોડા પછી હવે કેટલાક સ્પા માં થોડી-થોડી અવર-જવર વધી હોય તેવું લાગી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્પા ની સર્વિસ હવે ખાનગી જગ્યાએ હોમ ડિલિવરીની જેમ પુરી પડાતી હોવાની પણ જાણકારી મળી છે. પોલિસ માત્ર નામના જ આંટાફેરા કરતી હોવાની પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે સ્પા ની આડમાં શિક્ષણનગરીને બરબાદ કરતા બચાવવા કોણ આગળ આવે છે તે જોવું રહ્યું.

Advertisement

Advertisement

નારી શક્તિ માટે મહિલાઓ ક્યારે આગળ આવશે?

Advertisement

સ્પા ની આડમાં ચાલતા કૂટણખાનામાં મજબૂરીથી કેટલીક યુવતીઓને લાવવામાં આવતી હોય છે ત્યારે મહિલાઓ માટે લડતી સામાજિક સંસ્થાઓ આવી મહિલાઓનો અવાજ ક્યારે બનશે અને મજબૂરીથી દલાલોના ચંગુલમાં ફસાયેલી મહિલાઓનો અવાજ ક્યારે બનશે ? દલાલોના ચંગુલમાંથી આવી મહિલાઓને કોણ છોડાવશે ? સારા કાર્યોમાં જ નારી શક્તિની કામગીરીનો પ્રચાર કરવો જરૂરી છે કે શું ? સ્પા ની આડમાં કૂટણખાનામાં ફસાયેલી મહિલા પણ કોઇકની બહેન, દીકરી કે મા હોઇ શકે છે, પણ જાગૃત મહિલાઓએ આવી મહિલાઓ માટે આગળ આવવું ખૂબ જ જરૂરી છે.

Advertisement

 

Advertisement

વધુ આવતા અંકે… એક પિતાની વેદના….. વાંચતા રહો મેરા ગુજરાત…

Advertisement

 

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!