35 C
Ahmedabad
Monday, May 20, 2024

અરવલ્લી : ઉનાળામાં A.C. ચેમ્બરમાં બેસતા અધિકારીઓ ખેડૂતોની વ્યથા ક્યારે સમજશે ? વીજળી આપો


અરવલ્લી જિલ્લાનો તાત છેલ્લા એક અઠવાડિયાથી હેરાન-પરેશાન થઇ ચૂક્યો છે, પણ જી.ઈ.બી. ની મનમાનીથી આખરે કંટાલી જગતનો તાત મોડાસા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો. ખેડૂતોને ત્રી ફેઝ વીજ પુરવઠો ન મળતાથી કેટલાય ખેડૂતોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોડાસા તાલુકાના બોરડી કંપા પંથક, બોલુન્દ્ર તેમજ જીવણપુર પંથકમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સમયસર વીજ પુરવઠો નથી મળતો, જેને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો અને ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું.

Advertisement

Advertisement

ખેડૂતોનું કહેવું છે કે, ત્રણ સિડ્યુઅલ હોય છે પણ આ શિડ્યુઅલ જી.ઈ.બી. કદાચ ભૂલી ગયું છે જેને લઇને ખેડૂતોએ કાગડોળે વીજળીની રાહ જોઇને બેસી રહું પડે છે.

Advertisement

વીજળી ન મળવાથી ઉપર આકાશ અને નીચે તપતી ધરતી પર ખેડૂત બિચારો શું કરે તે અધિકારીઓ સમજવા તૈયાર નથી અને માત્ર એસ.સી. ચેમ્બરમાં બેસીની ઓર્ડર કરવાના છે તો પણ કરી શખતા ન હોય તો આવા અધિકારીઓ શું કામના તે પણ એક સવાલ છે. ખેડૂતો છે તો અધિકારીઓ ભરપેટ ભોજન કરી શકે છે બાકી તો ભૂખ્યા રહેવાનો વારો આવી શકે એમ છે. તેમને વીજળી આપવી જોઇએ અને જે અધિકારીઓ વીજળી આપવામાં ખેડૂતોને હેરાન-પરેશાન કરતા હોય તેવા આડસુ અધિકારીઓ કે કર્મચારીઓ સામે જરૂરી કડક કાર્યવાહી કરવી જોઇએ.

Advertisement

તો બીજી બાજુ બોરડીકંપા પંથકના ખેડૂતોએ જી.ઇ.બી. કચેરી મોડાસા ખાતે વીજળીના અપરૂતા જથ્થા મળવાની ફરિયાદને લઇને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પણ વીજળી ક્યારે મળશે તે હજુ કોઇ નિશ્ચિત નથી.

Advertisement

ખેડૂતોનું એમ પણ કહેવું છે કે, જી.ઈ.બીમાં ફોન કરીને પૂછીએ જો યોગ્ય જવાબ મળતો નથી અને વીજળીનો સમય માત્ર છ કલાક કરી દેવામાં આવ્યો છે, તેવો જવાબ મળે છે. તેમનું એમ પણ કહેવું છે કે, જો 6 કલાક વીજળી આપવી હોય તો તે પણ આપવો પણ કયા સમયે આપશો તે સ્પષ્ટ કરો, ગોળ-ગોળ ફેરવવાથી તેમને સમજાતું નથી કે, અધિકારીઓ ખરેખર વીજળી આપશે કે પછી લોલીપોપ આપી રહ્યા છે !

Advertisement

AC ચેમ્બરમાં બેસીને એક ઓર્ડર ન કરી શકતા અધિકારીઓ સાંભળો જગતના તાતની વેદના

Advertisement

Advertisement

 

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!