37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ બુટલેગર પુષ્પાને ઝૂકાવતી સાઠંબા પોલીસ : બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પોલીસે...

બુટલેગર પુષ્પાને ઝૂકાવતી સાઠંબા પોલીસ : બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા દારૂ રોડ પર નાખી હવામાં છું..!!

0
435

બાયડ તાલુકાના સાઠંબા ગામ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂ વેચનાર બુટલેગરોનો રાફડો ફાટ્યો છે સાઠંબા પોલીસના નાક નીચે બૂટલેગરો બેખોફ દારૂની હેરાફેરી અને વેપલો કરી રહ્યા છે સમગ્ર વિસ્તારમાં પુષ્પા તરીકે જાણીતા અનિલ વાઘેલા નામનો બુટલેગર બાઈક પર વિદેશી દારૂની ખેપ મારતો હોવાની બાતમી મળતા સાઠંબા પોલીસે પીછો કરતા નવાનગરી નજીક રોડ પર દારૂ ભરેલ પૂંઠાનું બોક્ષ મૂકી હવામાં ઓગળી જતા પોલીસે પુંઠાના ખોખામાં રાખેલા ૧૯ બિયર ટીન જપ્ત કરી બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાઠંબા પોલીસને નાકે દમ લાવી દેનાર અને પોલીસ સામે જાણે પુષ્પા ઝુકેગા નહીં સાલાની જેમ વિદેશી દારૂની હેરાફેરી કરતા પુષ્પા બુટલેગરને ઝુકાવી દેતા ઉભી પૂંછડિયે નાઠયો હતો સાઠંબા પોલીસને નવા નગરી વિસ્તારમાં રહેતો અનિલ નટુ વાઘેલા બાઈક પર વિદેશી દારૂની ખેપ મારી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે સાઠંબા થી નવાનગરી રોડ પર વોચ ગોઠવતા બાઈક પર વિદેશી દારૂ ભરી પસાર થતા અનિલ વાઘેલાનો ફિલ્મી ઢબે પીછો કરતા અનિલ વાઘેલા ઉર્ફે પુષ્પા રોડ પર વિદેશી દારૂ ભરેલ ખોખું નાખી ફરાર થઇ જતા પોલીસે રોડ પરથી મળેલ ૧૯ ટીન કીં.રૂ.૨૮૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!