38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ST બસમાં અનામત રાખેલ સીટ પર બેસી નેતાઓ પાટણનો મુસાફરી કરી બતાવે,...

ST બસમાં અનામત રાખેલ સીટ પર બેસી નેતાઓ પાટણનો મુસાફરી કરી બતાવે, યુનિવર્સિટીની માંગ સાથે સિગ્નેચર કેમ્પેઇન

0
281

વિદ્યાર્થીઓને નથી ખાવા હવે પાટણ યુનિવર્સિટીના ધક્કા, અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટીની માંંગ સાથે સિગ્નેચર કેમ્પેઇન

નેતાઓને સરકારી ગાડીમાં ક્યાય જવું હોય એટલે તેઓ વિદ્યાર્થીઓ કે સામાન્ય વ્યક્તિની વ્યથાને સમજી શકતો નથી, આવા નેતાઓ કે ધારાસભ્યો સરકારી બસમાં અનામત રાખેલ  સીટ પર બેસીને ક્યારેય પ્રવાસ નહીં કર્યો હોય એટલે તેઓ મુસાફરો અથવા તો વિદ્યાર્થીઓની હાલાકી કેવી રીતે સમજી શકે ? અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના નાના-નાના કામકામજ માટે પાટણ સુધી ધક્કા ખાવા પડતા હોય છે ત્યારે ચૂંટણી પહેલા યુવાઓની પણ માંગ ઉઠવા પામી છે કે, યુનિવર્સિટી આપવામાં આવે. વિદ્યાર્થીઓ હવે કંટાળી ગયા છે કે, તેમની પાસે સહનશીલતા રહી નથી કે તેઓ નાના-નાના કામ માટે 200 કિ.મી. ધોખતા-ધોખતા પાટણ જાય.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોલેજ કેમ્પસ ખાતે યુનિવર્સિટીની માંગ સાથે સિગ્નેચર કેમ્પેઇન યોજાયું હતું. મોડાસાની બી.એડ. કોલેજ ખાતે યોજાયેલા સિગ્નેચર કેમ્પેઇનમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ યુનિવર્સિટીની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ નિલેશ જોષી સહિતના આગેવાનો અને બી.એડ. કોલેજના આગેવાનોએ યુનિવર્સિટીની માંગ કરી હતી અને જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો ગાંધીમાર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

નેતાઓ માત્ર સ્ટેજ પરથી બોલીને જતા રહે છે પરંતુ તેઓ ઉપર વાત પહોંચાડે છે કે નહીં તે સવાલ છે. થોડા દિવસ પહેલા જાહર મંચ પરથી યુનિવર્સિટીની માંગ કરવામાં આવી હતી, જેના જવાબમાં સાંસદ દીપસિંહ રાઠોડે તે સમય પૂરતું નિવેદન આપીને યુનિવર્સિટી માટે પ્રયાસો કરાશે જોકે હજુ સુધી કોઇ જ પ્રયાસ કે વાતચીત ઉપરસુધી પહોંચી હોય તેવુ લાગતું નથી ત્યારે વિદ્યાર્થીઓની એક જ માંગ ઉઠી છે કે, ધારાસભ્ય કે સાંસદ સભ્ય બસમાં મુસાફરી કરીને તેમના કામ કરી આપે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!