32 C
Ahmedabad
Saturday, April 20, 2024

મોડાસા ટાઉન પોલીસની શંકાસ્પદ કામગીરી : રમઝટ નવરાત્રીમાં રોમિયોને પોલિસે ઝડપી ઝડપી છોડી મુક્યો…!!


ટાઉન પોલીસે શંકાસ્પદ રોમિયોને ઝડપી પાડ્યો હતો, ત્યારબાદ છોડી મુકતા સવાલો

Advertisement

ટાઉન પોલીસમાં મોડી રાત્રે પહોંચેલા મીડિયાના મિત્રોને ફરજ પર હાજર મહિલા પોલીસ અને કર્મીએ યુવકને લોકઅપમાં મુક્યો હોવાનો જણાવ્યું હતું

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે નવરાત્રી પર્વમાં રોમિયોગીરી અટકાવવા અને દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે અસામાજીક તત્ત્વોને ડામવા શી ટીમ સહીત તમામ જીલ્લાની એજન્સી કાર્યરત કરી ગરબા સ્થળો અને જીલ્લામાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

Advertisement

મોડાસા શહેરની સુપ્રસિદ્ધ નવરાત્રીના પ્રવેશદ્વાર પર ગત રાત્રીએ એક શંકાસ્પદ યુવક બેફામ બન્યો હતો અને રોમિયોગીરી કરતા  લોકોએ પોલીસને સોંપતા પોલીસજીપમાં ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવી લોકઅપમાં મુક્યા પછી યુવક સામે કોઈ પ્રકારનો ગુન્હો નોંધ્યા વગર છોડી મુકતા ટાઉન પોલીસકર્મીઓની કામગીરી અંગે અનેક સવાલ પેદા થયા છે ટાઉન પોલીસે બપોરે ત્રણ વાગ્યા સુધી આવો કોઈ ગુન્હો નોંધાયો ન હોવાનું જણાવ્યું હતું સમગ્ર ઘટના અંગે જીલ્લા પોલીસવડા તપાસ કરાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

Advertisement

મોડાસા ટાઉન પોલીસે રમઝટ નવરાત્રીના પ્રવેશદ્વારથી એક રોમિયોને ઝડપી પાડી સરકારી જીપમાં પોલીસ સ્ટેશન લઇ આવ્યા પછી અગમ્ય કારણોસર કોઈ પણ પ્રકારનો ગુન્હો નોંધ્યા વગર છોડી મુકતા પોલીસતંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે પોલીસે યુવકને કેમ છોડી મુક્યો, ઝડપી પાડેલ શખ્સને સરકારી જીપમાં કેમ ટાઉન પોલીસ સ્ટેશનમાં લઇ આવી સહીત અનેક સવાલોના પગલે પોલીસ કઠગરામાં આવી ગઈ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!