33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: માલપુર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પતિ ડે.સરપંચે રાજીનામુ ધરી દીધું, નવા...

અરવલ્લી: માલપુર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પતિ ડે.સરપંચે રાજીનામુ ધરી દીધું, નવા ડેપ્યુટી સરપંચ તરીકે પિયુષ ત્રિવેદી

0
1068

સ્વરાજ્યની ચૂંટણીમાં માલપુર ગ્રામ પંચાયતની ચૂંટણી આકર્ષણનું કેન્દ્ર રહી હતી જેમાં માલપુર સરપંચ તરીકે ભારતીબેન ઉપાધ્યય વિજેતા બન્યા પછી ઉપરપંચ પદની ચૂંટણીમાં તેમના પતિ અને અન્ય એક સભ્યએ દાવેદારી નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો જેમાં મહિલા સરપંચના પતિ મહેશ ઉપાધ્યાય ઉપ સરપંચ બન્યા હતા તેમના હરીફ ઉમેદવારનું ફોર્મ લેટ આવ્યું હોવાનું કારણ ચૂંટણી અધિકારીએ આપતા ભારે હોબાળો મચ્યો હતો ત્રણ વાર સામાન્ય સભા બિન કોરમ થઇ હતી તેમ છતાં માલપુર ગ્રામ પંચાયત પર દંપતીનો દબદબો યથાવત રહ્યો હતો

માલપુર ગ્રામ પંચાયતમાં સતત વિવાદોના ઘેરામાં ઘેરાયેલી રહી હતી આખરે રાજકીય દાવપેચમાં માહેર ગણાતા ડેપ્યુટી સરપંચ મહેશ ઉપાધ્યાયે રાજીનામુ ધરી દીધું હતું અને નવા ડેપ્યુટી સરપંચ તરીકે પીયૂષ ત્રિવેદી જાહેર થતાની સાથે ગામલોકોમાં આનંદ છવાયો હતો આખરે અરવલ્લી જિલ્લાના ઇતિહાસમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌપ્રથમ વાર પત્ની સરપંચ અને પતિ ઉપ સરપંચ તરીકેનો દબદબાની પુર્ણાહુતી થઇ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!