38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ “અજબ ચોર કી ગજબ ચોરી” ટ્યુબલાઇટની ચોરી કરતો ચોર CCTV કેમેરામાં કેદ...

“અજબ ચોર કી ગજબ ચોરી” ટ્યુબલાઇટની ચોરી કરતો ચોર CCTV કેમેરામાં કેદ થયો

0
221

ગાંભોઈના બજાર માંથી એક ઈસમ દુકાન આગળ લગાવેલી ટ્યુબલાટ લઈને પલાયન થઈ ગયો

જિલ્લામાં હવે ચોરીના બનાવો દિવસે દિવસે વધતા ગયા છે ત્યારે હિંમતનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરોએ તરખાટ મચાવી દીધી છે ત્યારે હવે એક અવનવા પ્રકારનો ચોર સામે આવ્યો છે. ત્યારે મળતી માહિતી મુજબ ગાંભોઈના બજારમાં એક ઈસમ ટ્યુબલાઈટ લઈને રફુ ચક્કર થઈ જતો વિડીયો સી.સી.ટીવી કેમેરામાં કેદ થયો હતો.

વાત એ છે કે લોકો હવે મોંઘવારી નો સામનો ન કરી શકતા હોવાથી હવે વિચારી ના શકાય તે પ્રકારના અવનવા ચોરી કરવાના પેત્રરા શોધીને ચોરીને અંજામ આપી રહ્યા છે. નોંધનીય છે કે હવે વધતી જતી મોંઘવારી ને લઈને લોકો પાસે ગુજરાન ચલાવવા માટે પૈસા ન હોવાથી આ પ્રકારની ચોરીઓને અંજામ અપાઈ રહ્યું છે કે શું ?તે મોટો સવાલ ઊભો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!