33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: નવરાત્રી મહોત્સવમાં ખેડૂતોએ મનની વાત કરી, કહ્યું, “આતો દેખાય છે બાકી...

અરવલ્લી: નવરાત્રી મહોત્સવમાં ખેડૂતોએ મનની વાત કરી, કહ્યું, “આતો દેખાય છે બાકી ખેડૂતો અંદરથી દુ:ખી”

0
173

સમગ્ર રાજ્યમાં હાલ નવરાત્રી મહોત્સવી ઉજવણી ચાલી રહી છે આ વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા આનંદપુરા કંપામાં ખેડૂતો પણ વેશભૂષામાં જોડાયા હતા. અનોખી રીતે યોજાયેલી વેશભૂષા નવરાત્રી મહોત્સવમાં ખેડૂતોએ પોતાના મનની વાત કરતા જણાવ્યું કે, ખેડૂતોની વાત સાંભળવામાં આવતી નથી. ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે પણ તેઓની વાત ક્યારે સાંભળવામાં આવશે તે સવાલ છે.

ખેડૂતોને વીજળી સહિતના પ્રશ્નોની સમસ્યાઓ છે પણ હજુ સુધી તેનો નિવેળો આવ્યો ન હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.આનંદપુરામાં અનોખી નવરાત્રી મહોત્સવમાં ખેડૂતો માથે ઘાસચારાનું પોટલ મુકીને પોતાની અને અન્ય ખેડૂતોને પડતી હાલાકીના વાત કરી હતી. આ સાથે જ ખેડૂતોએ જણાવ્યું કે, ભારતીય કિસાન  સંઘના ખેડૂતો ઘણાં સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પણ તેઓની સામે જોવામાં આવતું નથી.

ખેડૂતોનું કહેવું છે કે, દિવસે વીજળી આપવાની વાતો ઘણાં સમયથી કરવામાં આવે છે પરંતુ હજુ તે બાબતે યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આ સાથે જ ખેડૂતોએ ઉમેર્યું કે, ઉપરથી ખેડૂતો ખુશ દેખાઈ રહ્યા છે બાકી તો ખેડૂતો દુખી જ છે.  જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી કે, જો આવું થયું તો સરકાર ખેડૂતોના રોષને કારણે ફેંકાઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!