37 C
Ahmedabad
Friday, April 26, 2024

મોડાસાના આનંદપુરામાં અનોખી નવરાત્રી, ખેડૂતોએ કહ્યું ‘અમારી સામે જુઓ પરિસ્થિતિ દયનિય બની’


રાજ્યમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ જુદી જુદી જગ્યાએ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. મોડાસા તાલુકાના આનંદપુરાકંપામાં અનોખી નવરાત્રી ઉજવવામાં આવી હતી, જેમાં બાળકો તેમજ ગ્રામજનો અલગ અલગ વેશભૂષામાં તૈયાર થાય છે અને વર્તમના સ્થિતિ અને લોકોને જરૂરી માહિતી આપવા સહિતની અલગ અળગ થીમ પર બાળકોને તૈયાર કરવામાં આવે છે અને આ નવરાત્રીની ઉજવણી કરાય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં બાળકો અને મોટેરાઓ અનોખી રીતે વેષભૂષામાં સજ્જ થયા હતા અને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી,વર્ષોથી ચાલતી આવતી પરંપરા આજે પણ યથાવત જોવા મળી હતી, જેની તૈયારી નવરાત્રી પહેલા કરવામાં આવતી હોય છે..

આનંદપુરાકંપામાં છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે પણ આ પરંપરા યથાવત જોવા મળી હતી, ત્યારે અલગ-અલગ થીમ પર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ હતી, આ સાથે જ ખેડૂતોને પડતી હાલાકીની ઝાંખી પણ જોવા મળી હતી. મહાભારત, રામાણય સહિત સાધુ-સંતોના  પાત્રો  પણ બાળકોએ ભજવ્યા હતા, આ સાથે જ કોમી એકતાની પણ ઝાંખી આનંદપુરા ગામે જોવા મળી હતી.

Advertisement

આ સાથે જ ખેડૂતો પણ પોતાની વ્યથા દર્શાવતી વેશભૂષા તૈયાર કરીને જોવા મળ્યા હતા, વીજળી તેમજ ખેડૂત પ્રદર્શનને લઇને રોષ ઠાલવ્યો હતો, ખેડૂતોએ કહ્યું કે, તેમની સ્થિતિ દયનિય બની છે, તેમની સામે જોવામાં આવે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!