38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ મોડાસાના અગ્રણી લેઉઆ પાટીદાર પરીવારના પુત્ર મુકેશ પટેલનું દુઃખદ અવસાન થતા પરિવાર...

મોડાસાના અગ્રણી લેઉઆ પાટીદાર પરીવારના પુત્ર મુકેશ પટેલનું દુઃખદ અવસાન થતા પરિવાર શોકમગ્ન

0
232

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતા નામાંકિત બિલ્ડર્સ કમલેશ પટેલના નાના ભાઈ મુકેશ પટેલનું ટૂંકી માંદગીમાં સપડાયા પછી જીંદગી સામે જંગ હારી જતા પરિવાર સહીત પાટીદાર સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું તેમની અંતિમયાત્રામાં સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, બુદ્ધિજીવીઓ સહીત મોટી સંખ્યામાં જોડાયા હતા

માલપુર તાલુકાના જેસવાડી ગામના અને મોડાસા શહેરને કર્મભૂમિ બનાવનાર નિવૃત્ત ટ્રેઝર ઓફિસર શંકરભાઈ.જે.પટેલના ત્રણે પુત્ર મોડાસા શહેરમાં સેવાકીય અને રાજકીય ક્ષેત્રે ખુબ જ નામના મેળવી છે તેમના મોટા પુત્ર કમલેશ પટેલ શહેરના જાણીતા બિલ્ડર્સની સાથે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા હંમેશા અગ્રેસર રહે છે તેમના નાના ભાઈ અને ઇલેક્ટ્રિક અને બિલ્ડીંગના વ્યવસાય સાથે સંકળાયેલ મુકેશ પટેલ બીમારીમાં સપડાતા મોત નિપજતા પરિવાર સહીત માલપુર-મોડાસા પંથકના લેઉઆ પાટીદાર સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું મુકેશ પટેલની શોકસભા શનિવારે ઓધારી મંદિરે રાખવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!