38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ શામળાજીના કડવથ નજીક દંપતીને લુખ્ખા તત્ત્વો કડવો અનુભવ : યુવકની પત્નીની કારમાં...

શામળાજીના કડવથ નજીક દંપતીને લુખ્ખા તત્ત્વો કડવો અનુભવ : યુવકની પત્નીની કારમાં છેડતી કરી પતિને ચપ્પુના ઘા ઝીંક્યા,ફરિયાદ નોંધાઈ

0
233

શામળાજી પંથકમાં લુખ્ખા તત્ત્વોનો રંજાડ વધી રહ્યો છે ભિલોડાના પહાડીયા ગામનું યુવાન દંપતિ કડવથ ગામની નવરાત્રીમાં કાર પાર્કિંગ કરતા સમયે બાઈક પર રહેલા બે રહેલા બે ટપોરીઓએ કારમાં બેઠેલી યુવતીની છેડતી કરતા પતિએ બંને યુવકને ટપોરતા બેફામ બનેલ યુવકે ચપ્પુ વડે હુમલો કરી ગડદાપાટુનો મારમારી સોનાનો દોરો તોડી લેતા દંપતીએ બુમાબુમ કરતા લોકો દોડી આવતા બંને શખ્સો ફરાર થઇ ગયા હતા શામળાજી પોલીસે બે શખ્સો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ભિલોડા તાલુકાના પહાડીયા ગામના પરમજીતભાઈ નારાયણભાઈ ભોઈ તેમની પત્ની સાથે કારમાં શામળાજી નજીક આવેલ કડવથ ગામની નવરાત્રીમાં ગરબા રમવા ગયા હતા કાર પાર્કિંગ કરતા હતા ત્યારે બાઈક લઇ ઉભેલા બે યુવકોએ બોલાચાલી કરતા કાર ચાલકે કારનો કાચ ખોલતા કડવથના જગદીશ મનજી પારઘીએ કારની અંદર હાથ નાખી કારમાં બેઠેલી પત્નીની છેડતી કરતા પરમજીતભાઈએ વિરોધ કરતા કાર બહાર નીકળતા જગદીશ અને તેના ભાઈએ ગડદા પાટુનો મારમારી પરમજીતભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી સોનાની ચેઇન તોડી ફરાર થઇ જતા ભારે પરમજીત ભાઈને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા

શામળાજી પોલીસે પહાડીયા ગામના પરમજીતભાઈ નારાયણભાઈની ફરિયાદના આધારે જગદીશ મનજી પારઘી અને પિન્ટુ મનજી પારઘી સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!