33 C
Ahmedabad
Friday, April 19, 2024

પંચમહાલ: પોલીસ પરિવાર દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ


પંચમહાલ જીલ્લાના મુખ્યમથક સહિત આવેલા તમામ તાલૂકામાં નવરાત્રીની રંગત જામી છે.નવરાત્રિનો તહેવાર જ્યારે હવે તેના અંતિમ ચરણમાં છે.ત્યારે ગરબા રસિકો નવરાત્રીની મજા માણી રહ્યા છે.જીલ્લાના વડામથક ગોધરા ખાતે પંચમહાલ પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનુ ભવ્ય આયોજન કરાયુ છે.પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આયોજીત આ નવરાત્રી મહોત્સવમાં શહેર સહિત તાલૂકામાંથી ગરબાની મોજ રસિકો માણી રહ્યા છે.કોરોનાકાળમાં ગરબા ન માણી શકેલા ખેલૈયાઓએ મન મૂકીને ગરબા માણ્યા હતા.પંચમહાલ પોલીસ પરીવાર દ્વારા આયોજીત ગરબા શહેરના મોટા ગરબા ગણવામા આવે છે.આ ગરબામા યુવક-યુવતિઓ પરંપરાગત વસ્ર પરિધાન પહેરીને ગરબે રમતા નજરે પડ્યા હતા.કાયદો અને વ્યવસ્થાની સેવા બજાવતા પોલીસ કર્મીઓ, તેમના પરિવારો પણ ગરબે રમતાઓ જોવા મળ્યા હતા.નાના બાળકો પણ ગરબે ગૂમતા જોવા મળ્યા હતા.પોલીસ હેડ કર્વાટરથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી મોટી સંખ્યામાં ગરબા નિહાળનારાઓની ભીડ જોવા મળી હતી.પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!