32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: ભિલોડા ચોકલી ચોકમાં આઠમ નિમિત્તે કુંવારીકાનું પૂજન અને મહાઆરતી

અરવલ્લી: ભિલોડા ચોકલી ચોકમાં આઠમ નિમિત્તે કુંવારીકાનું પૂજન અને મહાઆરતી

0
133

ભિલોડા ચોકલી ચોકમાં આઠમ નિમિત્તે માતાજીનો દેખાવ યોજાયો
માંઈ – ભક્તોએ કુંવારીકાનું પૂજન કરીને સામુહિક મહા આરતી ઉતારી

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર,ચોકલી ચોકમાં શ્રી નવદુર્ગા મંડળના સેવાભાવી માંઈ – ભક્તો અને આયોજકો ધ્વારા નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શ્રધ્ધાભેર રાસ – ગરબાનું આયોજન કરાયું હતું.
વડીલો પાર્જીત વર્ષોની પરંપરા અનુસાર આઠમની મધ્ય રાત્રે માતાજીનો દેખાવ અને સમુહ આરતીનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું.બાળ કુંવારી બાળાનું વિધિ-વિધાન પુર્વક પુજન,અર્ચન કરીને સમુહ આરતીનું આયોજન કરાયું હતું.માંઈ – ભક્તોએ સમુહ આરતીમાં શ્રધ્ધાભેર ભાગ લીધો હતા.માંઈ – ભક્તોએ દર્શન કરીને પ્રસાદી મેળવી ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!