37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : માલપુરમાં હોળી-ધુળેટી પર્વમાં વિદેશી દારૂની રેલમછેલ કરવા ઓરડીઓમાં દારૂ સંગ્રહ,...

અરવલ્લી : માલપુરમાં હોળી-ધુળેટી પર્વમાં વિદેશી દારૂની રેલમછેલ કરવા ઓરડીઓમાં દારૂ સંગ્રહ, પૉલિસ ત્રાટકી

0
416

હોળી-ધુળેટીના પર્વમાં વિદેશી દારૂની ખપત વધુ રહેતી હોવાથી અને ત્રણ ગણા રૂપિયા મળતા હોવાથી દારૂની રેલમછેલ કરવા બુટલેગરો વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે કેટલાક બુટલેગરો તો પોલીસ થી બે ડગલાં આગળ ચાલી એડવાન્સમાં દારૂનો સ્ટોક કરી દીધો છે માલપુર પોલીસે જીતપુર ગામની સીમમાં એક ઓરડીમાંથી જીતપુર અને દેવદાંતીના બુટલેગરે સંતાડેલ ૨.૭ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી બંને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા માલપુર પોલીસે હોળી-ધુળેટી પર્વમાં વિદેશી દારૂની રેલમછેલ કરવાના બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું

માલપુર પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધર્યું હતું પીએસઆઈ દેસાઈને જીતપુર ગામની સીમમાં હાઈવે થી થોડે અંતરે એક ઓરડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા તેમની ટીમ સાથે તાબડતોડ બાતમી આધારિત ઓરડીમાં રેડ પાડતા પોલીસ ચોકી ઉઠી હતી બંધ ઓરડીમાંથી પોલીસને વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-૧૨૨૨ કીં.રૂ.૨૦૭૫૦૦/- નો જથ્થો મળી આવ્યો હતો પોલીસ રેડ જોઈ ફરાર બુટલેગર અજય પ્રતાપ ખાંટ (રહે,જીતપુર, હાલ મુલોજ) અને નિલેશ શંકર પટેલ (રહે,દેવદાંતી) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!