30 C
Ahmedabad
Thursday, May 16, 2024

અરવલ્લી: મોડાસા સહિત જિલ્લાની બજારોમાં રંગપર્વ માટે પિચકારીઓનું વેચાણ શરૂ, બે વર્ષ પછી લોકોમાં ઉત્સ

કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી તહેવારોની ઉજવણીને ગ્રહણ લાગ્યા બાદ હવે કોરોનાનું સંક્રમણ ઘટતા તહેવારોની ઉજવણીની રંગત જામી રહી છે. રંગોના પર્વ હોળી-ધુળેટીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના બજારોમાં વિવિધ વેપારીઓ દ્વારા અલગ-અલગ વેરાઈટીની પિચકારીઓનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ચાલુ વર્ષે વિવિધ પ્રકારની કાર્ટુનવાળી પિચકારીઓની સાથે સાથે પબ્જી ગનવાળી પિચકારીએ બાળકોમાં આકર્ષણ જમાવ્યું છે. પર્વ નજીક આવશે તેમ ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.

Advertisement

ફાગણ સુદ પૂનમના દિવસે હોલીકોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવે છે. પર્વને લઈને હાલ અરવલ્લી જિલ્લાના બજારોમાં ધીરે-ધીરે ચહલ-પહલ વધવા પામી છે. હોળી પર્વ પર ધાણી, ચણા, ખજૂર, સેવ, હાયડા વગેરેનું અનેરું મહત્વ હોવાથી હાલ બજારમાં આવી વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. ધુળેટી પર્વ દરમ્યાન લોકો એકબીજા પર ગુલાલ તેમજ રંગ છાંટી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે ધૂળેટી પર્વને અનુરૂપ વિવિધ પ્રકારની પિચકારીઓ તેમજ રંગ ગુલાલનું વેચાણ શરૂ થઈ ગયું છે. મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા ગુલાલ તેમજ પિચકારીઓના તંબુ તાણી દેવાયા છે. હોળી-ધૂળેટી પર્વને લઈને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાંઓમાં વિવિધ કાર્ટુનવાળી પિચકારીઓ હોટ ફેવરીટ છે. સાથે સાથે પર્વને લઈને બજારમાં વિવિધ પ્રકારના ફુગ્ગાઓનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. જો કે ચાલુ વર્ષે વિવિધ પ્રકારની પિચકારીઓના ભાવમાં ૫ થી ૧૦ ટકા જેટલો ભાવવધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી હોળી-ધુળેટી પર્વની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી છે. સરકાર દ્વારા વિવિધ નિયંત્રણો અમલમાં મુકવામાં આવતા છેલ્લા બે વર્ષ દરમ્યાન હોળી-ધુળેટી પર્વનો રંગ ફીક્કો રહ્યો હતો ત્યારે હવે સંક્રમણ ઘટવાના કારણે છુટછાટો મળતા ચાલુ વર્ષે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે.

Advertisement

અરવલ્લી: મોડાસા સહિત જિલ્લાની બજારોમાં રંગપર્વ માટે પિચકારીઓનું વેચાણ શરૂ

Advertisement

તહેવાર આડા હવે ગણતરીના દિવસો બાકી
* કોરાનાના કારણે 2 વર્ષ સુધી ઉજવણીને ગ્રહણ લાગ્યા બાદ ચાલુ વર્ષે સંક્રમણ ઘટતા લોકોમાં અનેરો ઉત્સાહ*

Advertisement

કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી તહેવારોની ઉજવણીને ગ્રહણ લાગ્યા બાદ હવે કોરોનાનું સંક્રમણ ઘટતા તહેવારોની ઉજવણીની રંગત જામી રહી છે. રંગોના પર્વ હોળી-ધુળેટીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના બજારોમાં વિવિધ વેપારીઓ દ્વારા અલગ-અલગ વેરાઈટીની પિચકારીઓનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ચાલુ વર્ષે વિવિધ પ્રકારની કાર્ટુનવાળી પિચકારીઓની સાથે સાથે પબ્જી ગનવાળી પિચકારીએ બાળકોમાં આકર્ષણ જમાવ્યું છે. પર્વ નજીક આવશે તેમ ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.

Advertisement

ફાગણ સુદ પૂનમના દિવસે હોલીકોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવે છે. પર્વને લઈને હાલ અરવલ્લી જિલ્લાના બજારોમાં ધીરે-ધીરે ચહલ-પહલ વધવા પામી છે. હોળી પર્વ પર ધાણી, ચણા, ખજૂર, સેવ, હાયડા વગેરેનું અનેરું મહત્વ હોવાથી હાલ બજારમાં આવી વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. ધુળેટી પર્વ દરમ્યાન લોકો એકબીજા પર ગુલાલ તેમજ રંગ છાંટી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે ધૂળેટી પર્વને અનુરૂપ વિવિધ પ્રકારની પિચકારીઓ તેમજ રંગ ગુલાલનું વેચાણ શરૂ થઈ ગયું છે. મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા ગુલાલ તેમજ પિચકારીઓના તંબુ તાણી દેવાયા છે. હોળી-ધૂળેટી પર્વને લઈને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાંઓમાં વિવિધ કાર્ટુનવાળી પિચકારીઓ હોટ ફેવરીટ છે. સાથે સાથે પર્વને લઈને બજારમાં વિવિધ પ્રકારના ફુગ્ગાઓનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. જો કે ચાલુ વર્ષે વિવિધ પ્રકારની પિચકારીઓના ભાવમાં ૫ થી ૧૦ ટકા જેટલો ભાવવધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી હોળી-ધુળેટી પર્વની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી છે. સરકાર દ્વારા વિવિધ નિયંત્રણો અમલમાં મુકવામાં આવતા છેલ્લા બે વર્ષ દરમ્યાન હોળી-ધુળેટી પર્વનો રંગ ફીક્કો રહ્યો હતો ત્યારે હવે સંક્રમણ ઘટવાના કારણે છુટછાટો મળતા ચાલુ વર્ષે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે.

Advertisement

રંગ અને પિચકારીની વેરાયટી અને  કિંમત

Advertisement

વિવિધ કાર્ટુનવાળી પિચકારી

Advertisement

૨૦ થી ૨૫૦

Advertisement

ટેંકવાળી પિચકારી

Advertisement

૧૩૦ થી ૫૫૦

Advertisement

પ્રેશર પંપવાળી પિચકારી

Advertisement

૧૦૦ થી ૫૦૦

Advertisement

સ્નો સ્પ્રે કલર

Advertisement

૨૦ થી ૮૦

Advertisement

પબ્જી ગનવાળા પમ્પ

Advertisement

૧૮૦ થી ૨૦૦

Advertisement

હર્બલ ગુલાલ

Advertisement

૮૦ થી ૨૦૦ પ્રતિ કિલો

Advertisement

ગુલાલ

Advertisement

૧૦ રૂા.પ્રતિ કિલો

Advertisement

કલર

Advertisement

૧૦ થી ૫૦ પ્રતિ પેકેટ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!