30 C
Ahmedabad
Tuesday, April 23, 2024

પંચમહાલઃ સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી પર્વની ભવ્ય ઉજવણીની તૈયારી


પંચમહાલઃ સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી પર્વની ભવ્ય ઉજવણીની તૈયારી

Advertisement

પટાંગણમાં શસ્ત્રપુજન કાર્યક્રમ,અને ત્યારબાદ ભવ્ય મહારેલી

Advertisement

પંચમહાલ જીલ્લામાં દશેરા પર્વની ઉજવણી ધામધુમથી કરવામા આવશે,જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે,શહેરા તાલુકામા પ્રથમ વખત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપુજન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે.ત્યારબાદ એક ભવ્યરેલી શહેરા તાલુકામાં ફરીને વિજયાદશમીના પર્વની ભવ્ય ઉજવણી કરશે.આ કાર્યક્રમમાંથી શહેરા સહિત અન્ચ તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉમટી પડશે.

Advertisement

જગતજનની મા શક્તિની નવનવ દિવસની આરાધના તેમજ ગરબે ઘુમ્યા બાદ અસત્ય પર વિજયના પર્વ સમાન એવા દશેરા પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવશે.શહેરા તાલુકામા પણ વિજયાદશમીને લઈને પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.શહેરા તાલુકામાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા પાલીખંડા ગામે આવેલા મરુડેશ્વર મહાદેવ મંદિર ખાતે શસ્ત્રપુજનનો કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ છે. સાથે એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામા આવ્યુ છે.પ્રથમ વખતે યોજાઈ રહેલા આ રીતેના શસ્ત્ર પુજન કાર્યક્રમને લઈને શહેરા તાલુકામાં રહેતા ક્ષત્રિય સમાજમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.આ શસ્રપુજનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ,યુવાનો સાફામાં સજ્જ બનીને હાજર રહેશે.

Advertisement

નોધનીય છે કે શહેરા તાલુકામા ક્ષત્રિય સમાજની સવા લાખ જેટલી વસ્તી છે. સમાજ રાજકીય, શૈક્ષણિક અને સામાજીક રીતે પ્રગતિ કરે તેના શુભ આશય સાથે સામાજીક અને ધાર્મિકકાર્યો પણ શરુ કરી દેવામા આવ્યા છે.જેમા નાંદરવાથી ફાગવેલ સુધી રેલી કાઢીને ધજા ચઢાવામા આવી હતી.વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડાનું વિતરણ કરવામા આવ્યુ હતું,સાથે સાથે ગામેગામે રાત્રી બેઠકો યોજીને વ્યસન મુક્તિ, તેમજ ખોટા રિતરિવાજો દુર કરવા, શિક્ષણ પર ભાર મુકવો સહીતની પ્રવૃતિઓ ચાલી રહી છે. વધુમાં આવનારી વિધાનસભાની ચુટણી લઈને ક્ષત્રિય સમાજ હવે જાગૃત થઈ રહ્યો છે.કાર્યક્ર્મને લઈમે મરડેશ્વર મંદિર પરિસરમાં તૈયારી કરી દેવામા આવી છે,ત્યારે બેનરો અને પત્રિકાઓ થકી પણ ક્ષત્રિય સમાજને આ શસ્ત્રપુજન કાર્યક્રમમાં હાજર રહેવા આહવાન કર્યુ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!