26.8 C
Gujarat
Saturday, August 1, 2026
Home ગુજરાત અરવલ્લી : પોલિસ ચોકી નહીં પરંતુ પબ્લિક ચોકી ના ઉદ્દેશ્ય સાથે નવીન...

અરવલ્લી : પોલિસ ચોકી નહીં પરંતુ પબ્લિક ચોકી ના ઉદ્દેશ્ય સાથે નવીન ચોકીનું ખાતમુહૂર્ત કરતા SP સંજય ખરાત

0
191

અરવલ્લી જિલ્લામાં વિજયા દશમીના પર્વ નિમિત્તે નવીન પોલિસ ચોકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જિલ્લા પોલિસ વડા સંજય ખરાતના હસ્તે શાસ્ત્રોક્ત વિધી કરવામાં આવી હતી. મોડાસાના મુખ્ય ચાર રસ્ત પર ઘણાં વર્ષોથી પોલિસ ચોકી હતી, જોકે નવીન પોલિસ ચોકી બે માળની હશે. અંદાજે વીસ લાખના ખર્ચે તૈયાર થનાર પોલિસ ચોકી લોકફાળાથી આગામી ચાર મહિનામાં તૈયાર થઇ જશે તેવું જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું. મોડાસા ચાર રસ્તા ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો, તબીબો અને પોલિસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

20 લાખના ખર્ચે તૈયાર થશે પોલિસ ચોકી
મોડાસા ચાર રસ્તા પોલિસ ચોકી એ કાયદો વ્યવસ્થા, ટ્રાફિક નિયમન તેમજ અન્ય વ્યવસ્થાઓ માટે મહત્વની માનવામાં આવે છે ત્યારે પોલિસ કર્મચારીઓને ફરજ નવીન પોલિસ ચોકી લોકફાળાથી તૈયાર કરવામાં આવનાર છે, જે અંદાજે 20 લાખના ખર્ચે આગામી ત્રણ થી ચાર મહિનામાં તૈયાર થશે.

શહેરીજનોના સહયોગથી થશે તૈયાર
મોડાસા ચાર રસ્તા ખાતૈ તૈયાર થનાર પોલિસ ચોકીએ લોકફાળાથી નિર્માણ થનાર છે. જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે જણાવ્યું કે, શહેરના વડીલો, માર્ગદર્શકો અને વેપારઓના સહયોગથી પોલિસ ચોકી નિર્માણ થનાર છે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે, પબ્લિક એ જ પોલિસ છે અને પોલિસ એ જ પબ્લિક છે, આવી ભાવના લોકોમાં રહે તે હેતુથી લોકભાગીદારીથી પોલિસ ચોકી નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

મોડાસા ચાર રસ્તા ખાતે નવીન અર્થ સાથે તૈયાર થનાર પબ્લિક ચોકીના ખાતમુહૂર્તમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ પટેલ, મોડાસા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ શાહ, તબીબ ડો.એમ.એમ. ચાંદનીવાલા, રોડ ટ્રાન્સપોર્ટના ચેરમેન સાજીદ ખાનજી, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના આગેવાન ભરત પરમાર, રૂઝુલ પટલે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!