38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ધર્મ / જ્યોતિષ અરવલ્લી: ટીંટોઇ ઑહોજ માતાજીના મંદિરમાં માઈભક્તે શ્રદ્ધાળુઓ માટે રૂ. 11 લાખની લિફ્ટ...

અરવલ્લી: ટીંટોઇ ઑહોજ માતાજીના મંદિરમાં માઈભક્તે શ્રદ્ધાળુઓ માટે રૂ. 11 લાખની લિફ્ટ આપી

0
203

ઑહોજ માતાજીના ચાચર ચોકમાં આઠમના નોરતે ખેલૈયાઓએ સવારે છ વાગ્યા સુધી રમઝટ જમાવી હતી
અરવલ્લી જિલ્લા કલેકટરે સહપરિવાર આઠમ ના દિવસે ઑહોજ માતાજીના મંદિરની મુલાકાત લઈ શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી
આઠમ ના નોરતે માઁ ના દરબારમાં 1100 સમૂહ આરતીઓનો અદ્ભૂત નજારો

મોડાસા તાલુકાના ટીંટોઇ ગામમાં ઑહોજ માતાજીના મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે રૂ. 11 લાખની લિફ્ટ અર્પણ કરવામાં આવી હતી. માનવતાના દરેક કામમાં પોતાનું યોગદાન આપતાં અને વર્ષોથી સમાજસેવામાં ખડેપગે ઉભા રહેતા એવા સેવાભાવી ટીંટોઇ નિવાસી અને હાલ મુંબઈ સ્થિત શ્રીમતી છાયાબેન વિનોદભાઈ સોમલાલ વ્યાસ પરિવાર, મુંબઈ દ્વારા આ લિફ્ટ માતાજીના મંદિર માં શ્રદ્ધાળુઓ માટે અર્પણ કરવામાં આવી છે જેની કિંમત રૂ. ૧૧ લાખ છે. દુર્ગાષ્ટમી ના દિવસે દાતાશ્રી દ્વારા લિફ્ટ નું ઉદ્દઘાટન કરી લિફ્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી. શ્રી ટીંટોઇ માઈ મંડળ દ્વારા દાતાશ્રી નું તેમના નિવાસ સ્થાનથી મંદિરના પરિસર સુધી આન બાન શાનથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લિફ્ટ ની પૂજા અર્ચના કરી લિફ્ટને ખુલ્લી મુકવામાં આવી હતી. શ્રી ટીંટોઇ માઈ મંડળ દ્વારા દાન આપનાર દરેક દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ માઈ મંડળના પ્રમુખ દિપકભાઈ ભટ્ટ, માનદ મંત્રી જયેશભાઈ સોની તથા અન્ય કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

નવરાત્રીના અદભૂત ફોટો જુઓ – Last day of Navratri

મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે પણ વર્ષોથી મંદિર પરિસરમાં ગરબા રમીને માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ટીંટોઇના ઑહોજ માતાજીના મંદિર ખાતે ચાંદીની માંડવળી તેમજ સોનાનો ગરબો મૂકવામાં આવે છે. અહીં સોનાના ગરબા પર માતાજીનો દીપ પ્રગટાવવામાં આવે છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માતાજી પર ભક્તોની અતૂટ આસ્થા હોવાથી દૂર દૂર થી ભક્તો ખાસ આઠમના દિવસે આવતાં હોય છે. ટીંટોઇ ગામે ગુજરાતના વિસ્તારોમાં રહેતા ભક્તો તેમજ મુંબઈ થી પણ આઠમના દિવસે ભક્તો માતાજીની આરાધના કરવા માટે અચૂક આવે છે.

ટીંટોઇના ઠાકર પરિવાર દ્વારા કુશલેશ્વર મહાદેવને આશરે 4 લાખનું ચાંદીનું થાળું અર્પણ કરવામાં આવ્યું. આઠમના દિવસે ઠાકર પરિવાર દ્વારા પોતાના નિવાસ સ્થાને ચાંદીના થાળાની પૂજા અર્ચના કરી તેમના નિવાસ સ્થાનેથી મંદિર સુધી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી મંદિરમાં થાળું અર્પણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!