32 C
Ahmedabad
Saturday, April 20, 2024

મોડાસા SP કચેરી ખાતે વિજયા દશમી નિમિત્તે શસ્ત્ર પૂજન, પોલિસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત


અસત્ય પર સત્યની વિજય એટલે વિજયા દશમીની ઉવવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વિજયા દશમીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે. જિલ્લા પોલિસ તંત્ર દ્વારા શસ્ત્રોની પૂજા કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મોડાસાના એસ.પી.કચેરી ખાતે શસ્ત્રોની વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોની પૂજા માટે વિશેષ આયોજન કરાયું હતું.

Advertisement

વિજયા દશમીના પર્વ નિમિત્તે વહેલી સવારે અરવલ્લી જિલ્લા પોલિસ વડા કચેરી, મોડાસા ખાતે વિજય દશમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં પોલિસના તમામ હથિયારોની પૂજા કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

નવ દિવસ નવરાત્રીની ઉજવણી થયા પછી વિજયા દશમીની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સત્યના વિજયની ઉજવણીમાં સૌકોઇ લોકો જોડાઈ રહ્યા છે અને આ પર્વને તેમના જીવમાં ઉતારવાનો પ્રયાસ કરે છે. આ દિવસો પર લોકો પોતાના નવા જીવન, નવા રોજગાર, નવો પ્રયાસ શરૂ કરતા હોય છે ત્યારે વિજયા દશમીના પર્વની ઉજવણી એ તમામ લોકો માટે સત્યાની નવી દિશા લઇને આવતા હોય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!