38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ બી. ટી. ફોઉન્ડેશન સંચાલિત મરિયમબેન બાબુભાઇ ટાઢા ગરીબ નવાઝ સારવાર કેન્દ્ર, મોડાસા ...

બી. ટી. ફોઉન્ડેશન સંચાલિત મરિયમબેન બાબુભાઇ ટાઢા ગરીબ નવાઝ સારવાર કેન્દ્ર, મોડાસા  બે વર્ષ પુરા કરી ત્રીજા વર્ષમાં પ્રવેશ 

0
155

ગરીબ નવાઝ સારવાર કેન્દ્ર, મોડાસા નો એક જ કેન્દ્રનો સિદ્ધાંત કોઈપણ નાત  – જાત  –  ધર્મ ના ભેદભાવ વિના ફક્ત રૂપિયા 10/- માં પ્રાથમિક સારવાર. જેમાં અલ્પ સાધન ધરાવતા વ્યક્તિ ને દવા, ઈન્જેકશન, દવા બોટલ, લેબોરેટરી ની સારવાર તથા જનરલ દર્દીઓની પણ સારવાર. રોજની 150 થી 200 ની ઓપીડી.  છેલ્લા બે વર્ષમાં આ સારવાર કેન્દ્રમાં એક લાખથી વધુ લોકોએ આ સારવાર કેન્દ્રનો લાભ લીધો છે. કોવીડ  – 19 માં જરૂરિયાત મંદ લોકોએ લેબોરેટરી – ઓક્સીજન સિલિન્ડર  ની પણ સેવા વિના મુલ્યે આપવામાં આવેલ.

મરિયમબેન બાબુભાઇ ટાઢા  ગરીબ નવાઝ સારવાર કેન્દ્રના પ્રોજેક્ટની જવાબદારી  સલીમભાઇ પટેલ (એસેન્ટ)  સુપ્રિટેન્ડેન્ટ  એ કોઈપણ જાતના વેતન લીધા વિના જવાબદારી સ્વીકારી હતી. બે વર્ષ પૂર્ણ થતા તે કામગીરી સમાજના સમક્ષ જોવાઈ રહી છે અને તેમને દરેક સમાજમાંથી પ્રશંસા મળી રહે છે,  ડૉક્ટર જાસ્મિનબેન પહોંચીયા મેડિકલ ઓફિસર, સાનિયા કુસકીવાલા – ફેસલ સુથાર – સારા ઇપ્રોલીયા  નર્સિંગ સ્ટાફ – ક્રિષ્ના સુતરીયા,  સીમા મનવા –   લેબ  ટેક્નિશિયન તથા ડો, ખદીજા મલેકજી  (માનદ સેવા).   જુંબેદાબેન મોડાસીયા (માનદ સેવા) , સિરાજભાઈ સુથાર  (માનદ સેવા)  આ તમામ ને બી.ટી. ફોઉન્ડેશન ના મેનેજીંગ ટ્રસ્ટી મ.યુસુફ ઇસ્માઇલભાઈ ટાઢા (બાબુભાઇ  ટાઢા સાહેબ) શુભેચ્છા પાઠવી રહ્યા છે.

જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સારવાર પુરી પાડી સતત 2 વર્ષથી જનસેવાનો જુસ્સ્સો જાળવી 4 ઓક્ટોબર ના રોજ ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહેલ ગરીબ નવાજ સારવાર કેન્દ્ર મોડાસાની કામગીરી અભિનંદનીય છે.ભવિષ્યમાં આ  ઉમદા કામગીરી જાળવી રાખો તેવી શુભેચ્છા. માનનીય મુખ્યમંત્રીશ્રી – ગુજરાત રાજય દ્વારા  બી. ટી. ફોઉંડેશન સંચાલિત ગરીબ નવાજ સારવાર કેન્દ્ર  – મોડાસા  ના સંચાલક મંડળ ને સુભેચ્છા સંદેશ પાઠવેલ છે.  તે બદલ બી. ટી. ફોઉન્ડેશન સંચાલિત મરિયમબેન બાબુભાઇ ટાઢા ગરીબ નવાજ સારવાર કેન્દ્ર તેમનો આભાર માને છે.  તથા આ પ્રસંગે સમાજના આગેવાનો તથા સામાજિક સંસ્થાઓએ સુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!