31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રને હવામાં ફાયરિંગ કરવું ભારે પડ્યું, પોલિસે ગુનો...

અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રને હવામાં ફાયરિંગ કરવું ભારે પડ્યું, પોલિસે ગુનો નોંધ્યો

0

અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નેતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્ર વિરભદ્રસિંહ સામે ભિલોડા પોલિસ મથકે ગુનો નોંધાયો છે, તેમના પુત્ર વિજયા દશમીના પર્વ નિમિત્તે હવામાં ફાયરિંગ કરીને વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા પોલિસે કાર્યવાહી કરી છે.

વિજયા દશમીના પર્વ નિમિત્તે સૌકોઇ હથિયારો તેમજ ઓજારોની પૂજા કરતા હોય છે પણ પૂજા કર્યા પછી તે હથિયારનો દુરૂપયોગ કરીને સોશિયલ મીડિયા પર કિંગ બનવાની લ્હાયમાં પોલિસ કાર્યવાહી કરી શકે છે. આવું જ કંઈક અરવલ્લી જિલ્લામાં બન્યું છે. ભિલોડા તાલુકાના મલાસા ગામે અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખના પુત્ર વિરભદ્રસિંહે લાઈસન્સ વાળી રીવોલ્વોરથી હવામાં ફાયરિંગ કર્યું હતું, એટલુ જ નહીં ફાયરિંગ કરીને વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો, જોત-જોતામાં વીડિયો વાઈરલ થતાં પોલિસ એક્શનમાં આવી અને કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!