28 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત સાબરકાંઠા: દશેરા નિમિત્તે જિલ્લા પોલીસવડા વિશાલકુમાર વાઘેલાએ કર્યુ શસ્ત્ર પૂજન 

સાબરકાંઠા: દશેરા નિમિત્તે જિલ્લા પોલીસવડા વિશાલકુમાર વાઘેલાએ કર્યુ શસ્ત્ર પૂજન 

0
168

દશેરા નિમિત્તે જિલ્લા પોલીસવડા વિશાલકુમાર વાઘેલાએ કર્યુ શસ્ત્ર પૂજન

શસ્ત્ર પૂજન ,અશ્વ પૂજન કરી ઉસ્તાહભેર દશેરા પર્વની ઉજવણી કરી.

અસત્ય ઉપર સત્યના વિજયનું પર્વ એટલે દશેરા. આ દિવસે શસ્ત્ર પૂજન અશ્વ પૂજન કરવાનો મહિમા છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના પોલીસવડા વિશાલકુમાર વાઘેલાએ દશેરા નિમિત્તે એસ.પી ઓફિસ ખાતે શસ્ત્ર પૂજન કર્યું હતું ત્યારબાદ અશ્વનુ પણ પૂજન કર્યું હતું. દશેરાના પૂજન નિમિત્તે LCB ,SOG ના અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફના કર્મીઓ હાજર રહ્યા હતા અને વિધિ વિધાનથી ભગવાન શ્રી રામની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. આમ શસ્ત્ર પૂજન થકી સદેવ શસ્ત્રો દેશની અને જવાનોની સુરક્ષા માટે મુસીબતો સામે લડવા ઉપયોગી બની અને શક્તિ પ્રદાન કરે તેવા આશિષ માંગ્યા હતા. ત્યારે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કરી પોલીસ સ્ટાફ દ્વારા દશેરાના પર્વની ભારે ઉસ્તાહભેર ઉજવણી કરવામાં આવી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!