27 C
Ahmedabad
Thursday, April 25, 2024

પંચમહાલ :  શહેરા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્રપુજન અને મહારેલી યોજાઈ


  1. પંચમહાલ :  શહેરા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્રપુજન અને મહારેલી યોજાઈ

પંચમહાલ જીલ્લામાં  દશેરા પર્વની ઉજવણી ધામધુમથી કરવામા આવી હતી.શહેરા તાલુકામા પ્રથમ વખત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપુજન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ.ત્યારબાદ એક ભવ્યરેલી શહેરા તાલુકામાં ફરીને વિજયાદશમીના પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી.આ કાર્યક્રમમાંથી શહેરા સહિત અન્ચ તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડયા હતા.

Advertisement

જગતજનની મા શક્તિની નવનવ દિવસની આરાધના તેમજ ગરબે ઘુમ્યા બાદ  અસત્ય પર વિજયના પર્વ સમાન એવા દશેરા પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.શહેરા તાલુકામાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા પાલીખંડા ગામે આવેલા મરુડેશ્વર મહાદેવ મંદિર ખાતે શસ્ત્રપુજનનો કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ દીપ પ્રગટાવીને શસ્રપુજનના કાર્યક્રમને ખૂલ્લો મુક્યો હતો.બ્રાહ્મણો દ્વારા શાસ્રોક્ત વિધિસર શસ્રપુજા કરવામાં આવી હતી.શસ્રપુજામાં શહેરા તાલુકામાંથી વિવિધ અગ્રણીઓ,યુવાનો સાફાસાથે સજ્જ સાથે હાજર રહ્યા હતા.પ્રથમ વખતે યોજાયેલા  આ રીતેના શસ્ત્ર પુજન કાર્યક્રમને લઈને શહેરા તાલુકામાં રહેતા ક્ષત્રિય સમાજમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યુ હતૂ.સાથે અગ્રણીઓએ સમાજને એક રહીને આગળ વધવાની હાકલ કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!