37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ‘મસ્જિદમાં કંઈક થઈ રહ્યું છે’ કહેતાં જ અમિત શાહે પોતાનું ભાષણ બંધ...

‘મસ્જિદમાં કંઈક થઈ રહ્યું છે’ કહેતાં જ અમિત શાહે પોતાનું ભાષણ બંધ કરી દીધું, જાણો કારણ

0
170

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં એક રેલી દરમિયાન તેમનું ભાષણ થોડા સમય માટે અટકાવ્યું હતું કારણ કે, નજીકની મસ્જિદમાં ‘અઝાન’ ચાલી રહી હતી.

લગભગ અડધા કલાકના તેમના સંબોધનની વચ્ચે, ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે સ્ટેજ પર હાજર લોકોને પૂછ્યું, “શું મસ્જિદમાં કંઈક ચાલી રહ્યું છે”? અને જ્યારે સ્ટેજ પર કોઈએ તેમને કહ્યું કે ‘અઝાન’ ચાલી રહી છે, ત્યારે શાહે તેમનું ભાષણ બંધ કરી દીધું. તેમના નિર્ણયને લોકોએ તાળીઓના ગડગડાટ અને તેમની તરફેણમાં સૂત્રોચ્ચાર સાથે આવકાર્યો હતો.

સંબોધન બંધ કર્યા પછી, શાહે કહ્યું કે, અઝાન હવે બંધ થઈ ગઈ છે અને પૂછ્યું કે શું તેઓ તેમનું ભાષણ શરૂ કરી શકે છે. તેણે ત્યાં હાજર લોકોને પૂછ્યું, “મારે શરૂઆત કરવી જોઈએ કે નહીં? મોટેથી કહો.” પછી લોકોના કહેવા પર તેમણે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું.

અઝાન દરમિયાન અમિત શાહનું ભાષણ થોડા સમય માટે બંધ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!