29 C
Ahmedabad
Friday, April 19, 2024

ડિફેન્સ ક્ષેત્રમાં ભારતની સ્થિતિ મજબૂત, રક્ષા ક્ષેત્રમાં સૌથી વધારે બજેટ ફાળવતા વિશ્વના ત્રણ દેશમાં ભારતનો સમાવેશ


કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા
ડિફેન્સ ક્ષેત્રમાં ભારતની સ્થિત મજબૂત : સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ
ભારત પહેલા બૂલેટ સહિતના હથિયારોની ખરીદી કરતું હતું પણ હવે એક્સ્પોર્ટ કરે છે: સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ
વિશ્વમાં ત્રણ દેશનું રક્ષા મંત્રાલયનું બજેટ સૌથી વધારે જેમાં ભારતનો સમાવેશ: સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ

Advertisement

કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ગુજરાતની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે મોડાસાની મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને લઇને ગ્રામિણ વિસ્તારો સુધી પ્રચાર પ્રસાર થાય અને વધુમાં વધુ લોકો સરકારી યોજનાઓનો લાભ મેળવે તે માટે અહ્વાહન કર્યું હતું.

Advertisement

કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ભટ્ટે કેન્દ્ર સરકારની યોજનાઓની વાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રજાલક્ષી યોજનાઓની વાત કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ યોજના તેમજ અન્ય યોજનાઓથી લોકોના જીવમાં બદલાવ આવ્યો છે. ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં લોકોને પાક્કા મકાનો મળ્યા છે તો છાવાડાના માનવીને ઘરે જ નળથી જળ મળવા લાગ્યું છે, જેથી ઉનાળાના સમયમાં દૂર સુધી પાણી ભરવા જવાની સમસ્યાથી રાહત મળી છે.

Advertisement

મીડિયા સાથેની વાતચીતમાં મંત્રીએ ઉમેર્યું કે, સંરક્ષણ ક્ષેત્ર ભારત અન્ય દેશો કરતા સારી સ્થિતિમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરિવર્તન અને દેશની કાયાપલટ થઇ છે. ભારત સેનાના ત્રણેય ક્ષેત્રમાં મજબૂત સ્તિતિમાં છે. તેમણે ઉમેર્યું કે, ભારતમાં મેક ઇન ઇન્ડિયા થકી ડિફેન્સને ઘણો જ ફાયદો થયો છે. પહેલા હથિયારો તેમજ બૂલેટ, સહિતની ચીજવસ્તુઓની બીજા દેશોમાંથી ખરીદી કરવી પડતી હતી, પણ હવે સ્થિતિ બદલાઈ છે અને ભારત આ બધી ચીજવસ્તુઓ બહારના દેશોમાં મોકલે છે.

Advertisement

કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું કે, ત્રીસ હજાર પાંચ સો કરોડ રૂપિયાના ડિફેન્સ ક્ષેત્રની ચીજવસ્તુઓ એક્સપોર્ટ કરી છે. તેમણે ડિફેન્સ ક્ષેત્રમાં ભારતની કામગીરીની વાત કરતા જણાવ્યું કે, સીપરી નામની સંસ્થાએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર એક સર્વે કર્યો હતો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે, વિશ્વમાં એવા કયા દેશ છે કે, જે ડિફેન્સ ક્ષેત્રની ચીજવસ્તુઓ એક્સપોર્ટ કરે છે, જેમાં ટોચના 25 દેશમાં ભારતનું નામ આવ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પ્રથમવાર બન્યું છે અને તેમને આનું ગૌરવ છે.

ડિફેન્સ ક્ષેત્રની વાત કરતા તેમણે એમ પણ જણાવ્યું કે, વિશ્વમાં રક્ષા મંત્રાલયનું બજેટ ત્રણ દેશ ખર્ચ કરે છે, જેમાં એક ભારત દેશ છે. આજે ભારત તમામ ક્ષેત્રમાં મજબૂત સ્થિતિમાં છે અને આ બધુ શક્ય બન્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!