35 C
Ahmedabad
Thursday, April 25, 2024

કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ : મોડાસા બહેરા-મુંગા શાળા અને લાયન્સ આઈટીઆઈની મુલાકાતે, દિવ્યાંગ બાળકોની પ્રતિભા નિહાળી


ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી દેખાઈ રહી છે, ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારોને રીઝવવા મથામણ કરી રહી છે ભાજપે રાજ્યમાં ગૌરવ યાત્રામાં કેન્દ્રીય નેતાઓની ફોજ ઉતારી દીધી છે
ગુજરાતની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ બે દિવસ અરવલ્લી જીલ્લાની મુલાકાતના પ્રથમ દિવસે ટાઉનહોલમાં સભા સંબોધી સાંજે મોડાસા શહેરમાં લાયન્સ સોસાયટી સંચાલિત શ્રી વા.હી.ગાંધી, બહેરા મુંગા શાળા અને રાજ્યની એક માત્ર દિવ્યાંગ બાળકોને ઔધોગિક તાલીમ આપતી લાયન્સ આઈટીઆઈની અને ટ્રસ્ટીઓની શુભેચ્છા મુલાકાત કરી હતી

Advertisement

કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે શુક્રવારે સાંજે મોડાસા શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલી લાયન્સ સોસાયટી સંચાલીત બહેરા મૂંગા શાળા અને આઈટીઆઈની શુભેચ્છા મુલાકાત કરી શાળા અને આઈટીઆઈમાં ચાલતા બાળકોના અભ્યાસનું બારીકાઇથી નિરીક્ષણ કરી શૈક્ષણિક સ્ટાફ અને લાયન્સ સોસાયટીની સરાહના કરી હતી કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ સાથે જીલ્લા પ્રભારી જયશ્રી દેસાઈ, જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ, નિલાબેન મોડિયા, ભીખાજી ડામોર, જગદીશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કરતા મંત્રી અજય ભટ્ટ તેમનામાં રહેલી શક્તિથી અભિભૂત થયા હતા દિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ કરવાનો પ્રયત્ન કરી બાળકોના દિલ જીત લીધા હતા.

Advertisement

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અજય ભટ્ટ અને જીલ્લા ભાજપના હોદ્દેદારોને બહેરા મૂંગા શાળાના વિદ્યાર્થીઓએ કુમકુમ તિલક પુષ્પવર્ષા કરી ઢોલ-નગારા તાલે લાયન્સ સોસાયટીના ટ્રસ્ટીઓ અને લાયન્સ ક્લબ મોડાસાના હોદ્દેદારોએ બુકે અને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા લાયન્સ સોસાયટીના ચેરમેન ર્ડો.ટી.બી.પટેલે સંસ્થામાં અભ્યાસ કરતા બાળકો અને અભ્યાસ અંગે ચિતાર્થ રજુ કર્યો હતો આ પ્રસંગે લાયન્સ સોસાયટીના મંત્રી ભાવેશ જયસ્વાલ, ર્ડો.જીતેન્દ્ર પટેલ, ર્ડો.સુરેશ પટેલ, રામભાઈ પટેલ, કનુભાઈ પટેલ,પરેશ શાહ તેમજ લાયન્સ ક્લબ ઓફ મોડાસાના પ્રમુખ જનક જોશી અને મંત્રી જય અમીન હાજર રહ્યા હતા શાળાના વહીવટી સ્ટાફ અને શૈક્ષણિક સ્ટાફે સુંદર આયોજન કર્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!