27 C
Gujarat
Tuesday, September 1, 2026
Home ક્રાઇમ અરવલ્લી: દિયરે વિધવા ભાભીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ,...

અરવલ્લી: દિયરે વિધવા ભાભીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ, મેઘરજ પંથકની ઘટના

0

અરવલ્લી જિલ્લામાં મેઘરજ પંથકમાં એક વિધવા મહિલા કે જેના પતિ મૃત્યુ પામે બે વર્ષ જેટલો સમય થયો અને હાલ વિધવા મહિલા પોતાના સંતાનો જેમાં બે દીકરા અને ત્રણ દીકરો સાથે રહી ને ગુજરાન ચલાવી રહી છે તેવામાં 28/9/2022 ના રોજ વિધવા મહિલા એકલી પોતે પોતાના ખેતરમાં ઘાસ લેવા માટે ગયેલ હતી તેવામાં વિધવા મહિલાનો દિયર ત્યાં ખેતરમાં આવી પહોંચ્યો હતો અને કહેવા લાગેલો કે તુ મારાં મકાઈ વારા ખેતરમાં આવ તેમ કહી દિયર વિધવા મહિલા ને પાછરના ભાગે થી પકડી લઇ કપડાં કાઢવાનો પ્રયાસ કરી ઈજ્જત લેવાનો પ્રયત્ન કર્યો હતો જેના કારણે વિધવા મહિલા એ બુમા બુમ કરી તે સમયે વિધવા મહિલાનો મોટો દીકરો ત્યાં આવી પોહ્ચ્યો અને વિધવા મહિલાનો દીકરો કહેવા લાગ્યો હતો કે મારી માં સાથે કેમ આવું કરો છો.ત્યાર પછી દિયર પોતાના કપાસ વાળા ખેતરમાં જતો રહ્યો અને પછી બુમાબુમ થતા ઉપરારું લઇ ને દિયર ની પત્ની આવી પહોંચી અને માં બેન સામે ગાળો બોલવા લાગેલ તે દરમિયાન વિધવા મહિલાનો દીકરો વચમાં પડેલ અને ત્યાં થી દિયર અને તેની પત્ની ચાલી ગયા અને કહેવા લાગેલા કે આ વાત કોઈને કરતા નહિ નહીંતર જાન થી મારી નાખીશું તેવી ધમકી આપેલ જે અન્વયે થયેલ ઘટના પગેલ વિધવા મહિલા ની ઈજ્જત લૂંટાવના પ્રયાસ સાથે તેમજ જાન થી મારી નાખવાની ધમકી ને પગેલ ભોગ બનનાર ભાભીએ મેઘરજ પોલીસ સ્ટેશને બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી મેઘરજ પોલીસે ભોગ બનનાર ફરિયાદીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!