29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે પ્રથમવાર ગરબા મહોત્સવ, ભાજપના અગ્રણિઓ...

અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે પ્રથમવાર ગરબા મહોત્સવ, ભાજપના અગ્રણિઓ ગરબે ઘૂમ્યા

0
206

નવરાત્રી મહોત્સવ પૂર્ણ થયો છે ત્યારે શરદ પૂર્ણિમાના દિવસે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગરબા મહોત્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા ભારતીય જતના પાર્ટી કાર્યાલય ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં તમામ મંડલોના આગેવાનો ગરબે ઘૂમ્યા હતા. જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમવાર આ પ્રકારે ગરબા મહોત્સનું આયોજન કરવામાં આવતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

મોડાસા કમલમ કાર્યાલય ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મોડાસા શહેર ભાજપ, મહિલા મોરચો, વેપારી મંડળ, જિલ્લાના આગેવાનો સહિત અલગ-અલગ મંડલોના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ગરબે ઘૂમ્યા હતા. કમલમ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં શ્રેષ્ઠ ખેલૈયાઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ગરબા મહોત્સવ પછી માતાજીની આરતી કરવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર પટેલે જણાવ્યું કે, તમામ સમાજ, વ્યક્તિ તેમજ સંગઠનને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગરબા મહોત્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!