27 C
Gujarat
Tuesday, September 1, 2026
Home ગુજરાત અરવલ્લી: ઈટાડી નજીક તળાવામાં આધેડના ડૂબી જવાથી મોત, મોડાસાના ફાયર વિભાગે મૃતદેહને...

અરવલ્લી: ઈટાડી નજીક તળાવામાં આધેડના ડૂબી જવાથી મોત, મોડાસાના ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો

0

અરવલલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઈટાડી નજીક તળાવમાં આધેડના ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ડૂબી ગયેલા આધેડની શોધખોળ કરવા માટે મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી ત્યારબાદ આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઈટાડી ગૃપ ગ્રામ પંચાયતે આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, ઈટાડી ગામની સીમમાં આવેલા તળાવમાં 8 ઓક્ટોબર 2022 ના રોજ નાયકા મોહનભાઈ કરશનભાઈ ઉં.વ. 55 રહે. જલોદા, તા.-પાવીજેતપુર,જિ. -છોટાઉદેપર હાલ રહે. રવિપુરકંપા તેઓ તળાવમાં પાણી ભરવા માટે ગયા હતા તે સમય દરમિયાન પડી ગયા હતા. ત્યારે આસપાસના લોકોને જાણ થતાં આજે મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા પાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરતા આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!