32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ મોડાસા : કડીયાવાડા રોડ પર ગૌરક્ષકો પર કસાઇઓએ હુમલો કરી એક નું...

મોડાસા : કડીયાવાડા રોડ પર ગૌરક્ષકો પર કસાઇઓએ હુમલો કરી એક નું કારમાં અપહરણ કરતા પોલીસે અપહત્ય ગૌરક્ષકને છોડાવ્યો

0
226

ગૌરક્ષકનું અપહરણ કરનાર પર પોલીસે ધોંસ વધારતા અપહરણ કરનારને છોડી મુક્યો, અપહરણ કરનાર ટોળું ફરાર

ગૌરક્ષકો કસાઇઓના પશુઓ પકડાઈ દેતા હોવાથી બે ગૌરક્ષકોને ઢોર મારી એકનું અપહરણ કર્યું

પશુની હેરાફેરી કરનાર કસાઈને ગૌરક્ષકોએ રાત્રીએ માર મારતા તેની અદાવત રાખી બે ગૌરક્ષકોને માર મારી અપહરણ કરાયાની ચર્ચા

અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ધોળે દહાડે કડિયાવાડા રોડ પરથી પસાર થતા બે ગૌરક્ષકો પર કસાઇઓ તૂટી પડ્યા હતા અને ઢોર મારમારી એક ગૌરક્ષકનું કારમાં અપહરણ કરતા ભારે ચકચાર મચી હતી કડીયાવાડા રોડ પર અસામાજીક તત્ત્વોએ આતંક મચાવતા ભારે નાસભાગ મચી હતી ગૌરક્ષકના અપહરણની ઘટનાના પગલે જીવદયા પ્રેમીઓ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી મોડાસા ટાઉન પોલીસે અપહત્ય ગૌરક્ષકને છોડાવવા જુદી-જુદી ટિમો બનાવી તપાસ તેજ કરતા આખરે અપહરણકરો અપહત્ય ગૌરક્ષકને કારમાંથી ઉતરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા

મોડાસાના કડિયાવાડા રોડ પરથી શૈલેષ જયસ્વાલ અને ખીલન સગર નામના બે ગૌરક્ષકો પસાર થતા હતા ત્યારે એકાએક કસાઇઓનું ટોળું ધસી આવી બંને ગૌરક્ષકોને ગડદા પાટુનો મારમારતા એક ગૌરક્ષક નજીકની કાચની દુકાનમાં બચવા પેસી જતા તેને પથ્થર મારતા દુકાનમાં રહેલ કાચ તૂટી ગયા હતા દુકાનદારે દુકાનનું શટર પાડી દેતા તેનો બચાવ થયો હતો ખીલન સગરનું કારમાં અપહરણ કરી કસાઇઓ રફુચક્કર થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા હિન્દૂ નેતા સંજય ભાવસાર અને તેમની ટીમ દોડી આવી હતી ટાઉન પોલીસને જાણ થતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ટાઉન પોલીસે શૈલેશ મહેન્દ્ર પ્રસાદ જયસ્વાલની ફરિયાદના આધારે ઈશાક ચીમનખા મુલતાની,ઈશાકનો ભાઈ અને રિયાઝ રમીઝ મુલતાની અને અન્ય શખ્સો સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
મોડાસા શહેરના ભરચક બજાર વિસ્તાર કડીયાવાડામાંથી ગૌરક્ષકનું અપહરણ થતા ટાઉન પોલીસે જુદી-જુદી ટિમો બનાવી અપહરણકારો પર દબાણ બનાવતા અપહરણકારોએ અપહત્ય યુવક ખીલન સગરને કારમાંથી ઉતારી દઈ નાસી છૂટતા યુવકનો છુટકારો થયો હતો પોલીસે અપહરણકારો અને ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા સઘન તપાસ હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!