31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home પીપલ છોટાઉદેપુર: એક જ પરિવારની બે દીકરીઓ પોલિસમાં જોડાતા સન્માન

છોટાઉદેપુર: એક જ પરિવારની બે દીકરીઓ પોલિસમાં જોડાતા સન્માન

0

સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો માટે લોકજાગૃતિ ના અભિયાનો ચલાવી રહી છે તો બીજી બાજુ મહિલા સશક્તિકરણ થકી મહિલાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. મહિલાઓ આજે અભ્યાસ કરીને આગળ વધવા લાગી છે, નોકરી કહો કે સામિજક ક્ષેત્ર, પ્રોફેશન કહો કે ખેતી તમામ ક્ષેત્રોમાં આજે મહિલાઓએ બાજી મારી છે આ વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં પોલિસમાં બે દીકરીઓની પસંદગી થતાં સન્માનિત કરવામાં આવી છે.

જેતપુર પાવી ખાતે તડવી સમાજની એક જ઼ પરિવાર ની બે દીકરીઓની પોલિસમાં પસંદગી થવા પામી છે, બંન્ને દીકરીઓની એકસાથે ગુજરાત પોલીસમાં પસંદગી થતાં પરિવારજનો અને ગ્રામજનો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.  બે દીકરીઓની પોલીસમાં પસંદગી થતા તડવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ સંખેડા દ્વારા સન્માન કરવામાં આવ્યું.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!