28 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી :વાંસદા ધારાસભ્ય પર હુમલો કરનાર આરોપીઓની ધરપકડની માંગ સાથે જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીનો CMને પત્ર


નવસારીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર અસામાજીક તત્વોએ હિંચકારો હુમલો કરતા તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે આદિવાસી સમાજના હક્ક માટે લડતા યુવા ધારાસભ્ય પર હુમલાની ઘટનાના પગલે હુમલાખોર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડક સજા કરવામાં આવેની માંગ સાથે અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને આદિવાસી યુવા નેતા રાજેન્દ્ર પારઘીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ન્યાયની માંગ કરી છે

Advertisement

અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને આદિવાસી અગ્રણી યુવા નેતા રાજેન્દ્ર પારઘીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવ્યું છે કે, આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે લડતા અનંત પટેલ પર ખેર ગામે ભાજપના (નવસારી) જિલ્લા પંચાયતના પ્રમુખ અને એમના મળતિયાઓ દ્વારા બદઈરાદા પુર્વક હુમલો કરવામાં આવતા આદિવાસી સમાજમાં અને અન્ય સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે હુમલાખોર આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે અને શખ્ત સજા કરવામાં આવેની માંગ કરી છે
વધુમાં તેમને જણાવ્યું હતું કે બીજેપીની સરકારમાં આદિવાસી સમાજ હોય કે અન્ય સમાજ હોય એ સમાજનો આગેવાન પોતાના સમાજના હક્ક અને અધિકાર માટે લડતો હોય ત્યારે તેના અવાજને દબાવી દેવામાં આવે છે. જેથી લોકશાહીના મુલ્યનો જનત જળવાતું નથી જે દુ:ખદ છે ભુતકાળમાં દરેક સમાજના આગેવાનો પોતાના હક્ક અને અધિકાર માટે લડતા હોય ત્યારે ખોટી રીતે કેસો કરી ધરપકડ કરવામાં આવે છે અને જનતાના અવાજને દબાવી દેવામાં આવે છે જો અનંત પટેલના હુમલાખોરોને ધરપકડ કરી કડક સજા નહી કરવામાં આવે તો ગુજરાતની આદિજાતિ પૂર્વ પટ્ટીમાં દરેક તાલુકા જિલ્લા મથકે ધરણાં અને પ્રદર્શન કરવામાં આવશે જરૂર પડે અહિંસક આંદોલનના માર્ગે જતાં ખર્ચાઈશું નહીંની ચીમકી ઉચ્ચારી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!