32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસા નગર પાલિકાને રાજ્ય સરકાર દ્વારા નવીન વોટર બાઉઝરની ફાળવણી

અરવલ્લી: મોડાસા નગર પાલિકાને રાજ્ય સરકાર દ્વારા નવીન વોટર બાઉઝરની ફાળવણી

0
163

રાજ્ય સરકાર ફાયર સેફ્ટીને લઇને સતર્ક બની છે, છાશવારે બનતી આગની ઘટનાઓને લઇને ફાયર ઈક્યુપમેન્ટ વસાવવા માટે પ્રયાસો કરે છે ત્યારે અરવલ્લી જિલ્લાની મોડાસા નગર પાલિકાના ફાયર વિભાગને નવીન વોટર બાઉઝરની ફાળવણી કરવામાં આવતા કાર્યરત કરવામાં આવ્યું છે. મોડાસા ફાયર સ્ટેશન ખાતે નવીન વોટર બાઉઝરને પૂજાવિધી કરીને કાર્યરત કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં કોઇપણ જગ્યાએ આગની ઘટના ઘટે તો મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ પહોંચી જાય છે, જિલ્લાના કોઇપણ છેડા પર આગની ઘટના પર કાબૂ કરવા માટે મોડાસા ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક પહોંચી જતી હોય છે આવામાં ફાયર વિભાગમાં નવીન વોટર બાઉઝરનો ઉમેરો થતાં હવે ટેકનોલોજી તેમજ નવીન વાહનથી ફાયર વિભાગને મોટી રાહત મળવાની શક્યતાઓ છે.

રાજ્ય સરકાર ઘ્વારા રાજ્ય અગ્નિ શમન સેવા શુદર્દઢ બનાવા માટે મોડાસા નગર પાલિકા ખાતે ફાળવામાં આવેલ નવીન ફાયર વોટર બાઉઝર ને  મોડાસા નગર પાલિકા પ્રમુખજલ્પાબેન ભાવસાર ચીફ ઓફિસર સંજય પંડ્યા, સેનેટરી ચેરમેન અતુલ જોષી, ફાયર ચેરમેન શિલ્પાબેન પ્રજાપતી, વાહનવ્યવહાર ચેરમેન, હરેશ ભોઈ, ફાયર વાયરલેસ ઓફિસર હેમરાજસિંહ વાઘેલા ઘ્વારા  ફાયર સ્ટેશન ખાતે  પૂજાવિધિ કરી રીબીન કાપી લિલી ઝંડી આપવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!