36 C
Ahmedabad
Thursday, April 25, 2024

લ્યો બોલો મોડાસા હંગામી બસ સ્ટેશનનું ભાડૂ નહીં ચુકવાતા બંધ કરી દેવાયું, બાંયધરી લીધા પછી ફરી શરૂ…!!


અરવલ્લી જિલ્લાના મોડાસા બસ સ્ટેશન વિવાદે આખરે તૂલ પડતા સહકારી જીનના આગેવાનોએ હંગામી બસ સ્ટેશનને બંધ કરી દેવાતા હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. હાલ મોડાસાના હંગામી બસ સ્ટેશનમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement

મોડાસા સહકારી જીન સાથેના કરાર મુજબ છેલ્લા 8 માસથી નિયત કરેલ ભાડું આગામી 15 મી ઓક્ટોબર સુધીમાં નહિ ચૂકવાય તો હંગામી બસ સ્ટેન્ડ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને આ અંગે જાહેર નોટિસ પણ હંગામી બસ સ્ટેશન ખાતે લગાવાઈ હતી ત્યારે તેની અસર આજે જોવા મળી હતી. જિલ્લા સહકારી જીન સત્તાવાળાઓ દ્વારા એસટી ડેપોને બંધ કરી દેતા એસ.ટી વિભાગમાં હડકંપ મચી ગયો હતો.

Advertisement

Advertisement

ધી મોડાસા સહકારી જીન મિલ લી. મોડાસાના ચેરમેન-મેનેજર દ્વારા એસટી વિભાગને નોટિસ દ્વારા જણાવાયું છે હતુ કે, સહકરી જિન સંસ્થાએ હંગામી સ્ટેશન તા. 10-12-2020ના રોજ બે વર્ષની મુદત માટેનો ભાડા કરાર કરેલ છે. જે કરારની શરતો મુજબ ભાડુ એડવાન્સ ચુકવવાનું રહેશે જે શરતોનો ભંગ થતાં ભાડે રાખનાર વ્યાપનીલ ટર્મિનલ મોડાસાપ્રા. લી.ને નોટિસ આપવામાં આવી હતી છતાં એની પણ અવગણના થતાં આખરી નોટિસ આપીને સહકારીજીન સત્તા વાળાઓ દ્વારા તાકીદ કરાઇ હતી.

Advertisement

Advertisement

એટલુ જ નહીં જો ભાડૂ નહીં ચુકવાય તો બસ સ્ટેશનને બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારતા લોકોના ટોળે ટોળા એકઠાં થઇ ગયા હતા અને રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી તો બીજી બાજુ મુસાફરો અને વિદ્યાર્થીઓએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. બસ સ્ટેશનને રસ્તાઓ પર જે.સી.બી. મશિન તેમજ રસ્તા પર આડશ મુકીને બંધ કરી દેવાતા પોલિસ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા, આખરે વાટાઘાટો પછી રસ્તાને ખુલ્લો કરતા હાલપૂરતું બસ સ્ટેશન રાબેતામુજબ શરૂ થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે સવાલ એ થાય છે કે, આટલો મોટું તોતિંગ શોપિંગ ઊભૂ કરવામાં આવી રહ્યું છે તો ભાડૂ ચુકવવામાં કેમ ઠાગાઠૈયા થાય છે તે એક સવાલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!