37 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરવલ્લી : કુણોલ ગામમાંથી ઉઘાડપગા ડોક્ટરને ઇસરી પોલીસે ઝડપ્યો ,મોટી માત્રામાં ઇન્જેક્શન અને દવાનો જથ્થો જપ્ત કર્યો


જય અમિન, અંકિત ચૌહાણ, અરવલ્લી
અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે મેઘરજ તાલુકાના કુણોલ ગામમાં લાંબા સમયથી સમયથી કોઈપણ જાતના તબીબી પ્રમાણપત્ર વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને ઇસરી પોલીસે દબોચી લીધો છે નોંધનીય છ કે, અંતરીયાળ વિસ્તારમાં પ્રેક્ટીસ કરતાં આવા લેભાગુ તત્વો વધી ગયા છે. જીલ્લામાં સમયાંતરે બોગસ ડોકટરોને પોલીસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરે છે.

Advertisement

Advertisement

સાબરકાંઠાના પોલાજપુર ગામનો પ્રવિણસિંહ અગરસિંહ પરમાર નામનો શખ્સ તબીબનું રૂપ ધારણ કરી છેલ્લા કેટલાક સમયથી મેઘરજના કુણોલ ગામમાં પ્રેક્ટિસ કરતો હતો જેમાં દર્દીઓને દવા, ઈન્જેક્શન તેમજ ગ્લુકોઝના બોટલો પણ ચઢાવાતા હતા. ક્લિનીકમાં તમામ પ્રકારની સારવાર બોગસ તબીબ દ્વારા કરાતી હોવાની બાતમી ઇસરી પોલીસને મળી હતી

Advertisement

ઇસરી પીએસઆઈ વી.એસ.દેસાઇ અને તેમની ટીમે બાતમીના આધારે કુણોલ ગામના ગોપલસિંહ રામસિંહ રાઠોડના ઘરમાં દવાખાનું ખોલી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબ પ્રવિણસિંહ અગરસિંહ પરમારને ઝડપી પાડી તેના બનાવેલ દવાખાના માંથી પોલીસ દ્વારા દવા, ઈન્જેક્શન, અને તબીબી સમાન મળી 38 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!