32.2 C
Gujarat
Monday, July 27, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ઘરમાં ચોરી થઈ પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી પુત્ર ચોર...

અરવલ્લી : ઘરમાં ચોરી થઈ પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી પુત્ર ચોર નીકળ્યો,મોડાસાની શ્યામનગર સોસાયટીની ઘટના

0
139

મોજશોખમાં દેવું થઈ જતા કપાતર પુત્રએ ઘરમાં ધાડ પાડી

અરવલ્લીના મોડાસા શહેરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે શહેરની આઇટીઆઈ સામે આવેલી શ્યામનગર સોસાયટીમાં રહેતા એક યુવકે તેના માતા પિતા બહાર ગામ જતા ઘરમાં રહેલી તિજોરીમાંથી સોનાનો દોરો ચોરી વેચી નાખી અજાણ્યા ચોરે ચોરી કરી હોવાનું દ્રશ્ય ઊભું કરવા તિજોરીનો નકુચો તોડી નાખી માલસામાન રફેદફે કરી દીધો હતો જોકે પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જતા ચોરીની ફરિયાદના પગલે ચોર પુત્રને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

મોડાસાના માલપુર રોડ પર આવેલ શ્યામનગર સોસાયટીમાં રહેતા દિનેશભાઈ અંબાલાલ કડિયાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં તેમના ઘરમાં રહેલી તિજોરીમાંથી સોનાના દોરાની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે સ્થળ તપાસ કરી આજુબાજુમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા કોઈ સુરાગ પોલીસને હાથ ન લાગતા તેમના પુત્ર જીગરની હરકત શંકાસ્પદ જણાતા પોલીસે યુક્તિ પૂર્વક પૂછપરછ કરતા પહેલા ગલ્લા તલ્લા કર્યા પછી તેને દેવું થઈ જતા અને ઉછીના લીધેલ પૈસા લોકો ઉઘરાણી કરતા હોવાથી તેના માતા પિતા બહાર જતા તિજોરીમાં રહેલ 1.30 લાખનો દસ ગ્રામ સોનાનો દોરો ચોરી કરી વેચી કાઢ્યો હોવાની કબૂલાત કરતા પોલીસ અને યુવકના માતા પિતા પણ ચોંકી ઉઠ્યા હતા

મોડાસા ટાઉન પોલીસે જીગર કડિયાએ વેચી કાઢેલ સોનાનો દોરો રિકવર કરી પિતાની ફરિયાદના આધારે પુત્રને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!